પગાર વધારા મુદ્દે આશાવર્કરોના કલેકટર કચેરીમાં દેખાવો રાજકોટ : મહિલા દિને પગાર વધારા માટે રાજકોટ કલેકટર કચેરીમાં મોટી સંખ્યમાં આશાવર્કર આવતા હોવાની માહિતીના પગલે તંત્રએ મહિલાઓને અટકાવવા માટે રાતોરાત ટ્રેનિગ ગોઠવી હતી આમ છતા આજે કલેકટર કચેરીમાં મહિલાઓએ દેખાવ કરી પગાર વધારાની માંગણી કરી હતી. રાજકોટ સહિત રાજયભરમાં મહિલા શકિત સેના દ્વારા આવેદનપત્ર આપવાનું એલાન કરવામાં આવ્યું હતું આશાવર્કરો વિરોધ કરવા ન આવે તે માટે તંત્રને ઈર્ષ્યા અને અદેખાઈ આવી હોય તેમ રાતોરાત ટ્રેનિગ ગોઠવી આશાવર્કરોને જાણ કરી હતી આથી તંત્રના આવા પગલાથી ગભરાઈ કેટલાય આશાવર્કરો કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા આમ છતાં મહિલા શકિત સેનાએ આજે બપોરે કલેકટર કચેરી ખાતે ધસી આવી ૮ મુદ્દા સાથેનું આવેદનપત્ર કલેકટરને આપ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે આશાવર્કર અને ફેસિલિટર બહેનો માટે વર્ગ-૪નું મહેકમ ઉભું કરવું, લઘુતમ વેતન આપવું. અન્ય મહિલા કર્મચારીઓની જેમ ૧૮૦ દિવસની સવેતન મેટરનીટી લીવ આપવી, પેન્શન યોજનાનો લાભ આપવો, બહેનોની કામગીરી જોખમી હોય મેડીકલ વીમો આપવો,ઓળખકાર્ડ આપવા, યુનિફોર્મ આપવો, ચૂંટણીની કામગીરીનું મહેનતાણું આપવા સહિતની માંગણી કરવામાં આવી હતી.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ