હળવદ: આ ઉજ્જવલ હળવદ મહોત્સવ હળવદ ગામનો તેમજ હળવદ માં વસવાટ કરતી દરેક જ્ઞાતિ અને જાતી, ધર્મ નો છે તેમજ કોમી એકતા અને ગામના સંપને દર્શાવતો ઐતિહાસિક દિન છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને રાખીને સાદગીપૂર્ણ અને સંક્ષિપ્તમાં ઉજવવામાં આવ્યો હતો. રાજમહેલ ચોક સ્થિત બત્રીસ થંભિમા જે હળથી હળવદ ગામનો પાયો હળવદ-ધ્રાંગધ્રા રાજપરિવારના પ્રતિનિધિ રાજરાણા પ્રહલાદસિંહ ઝાલા સોખડા ઉપસ્થિત રહ્યા. નાખવામાં આવ્યો હતો એ હળનું પૂજન તેમજ તોરણ વિધાન, ગૌ પૂજન વિધિ કરી અને રાજ રાજેશ્વરી અધ્યાશક્તિમાંના આશિષ પ્રાપ્ત કરી અને શરણેશ્વર દાદાના દર્શન કરવા પ્રયાણ કરવામાં આવ્યું હતું. જ્યાં શરણનાથ મંદિરના હોદેદારો તેમજ સેવકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. હળવદ- ધ્રાંગધ્રા મહારાજા રાજ જયસિંહજી મેઘરાજસિંહજી અમેરિકાથી આ ઉજવણી પ્રસંગે શુભ આશીષ અને શુભેચ્છાઓ પાઠવેલ. આ કાર્યકર્મને હળવદ-ધ્રાંટગધ્રા ક્ષત્રિય સમાજ, હળવદ યુવા સંગઠન હળવદ સ્થાપના તિ મહોત્સવ સમિતિ, ઝાલાવાડ પ્રાંત દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ