મોરબી શહેરના વોર્ડ નંબર ૧ થી ૧૩ માં સ્વચ્છતાનો અભાવ અને ઠેર ઠેર ગંદકી કચરાના ગંજ અવાર નવાર જોવા મળી રહ્યા છે ત્યારે શહેરના અમુક વિસ્તારોને સ્વચ્છ રાખવા માટે વિદ્યાર્થીઓ ડોક્ટરો સહિત પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એ હાથમાં સાવરણો લઈને સ્વચ્છ ભારત અભિયાન મિશન શરૂ કર્યું હોય એવું જાણવા મળી રહ્યું છે ત્યારે મોરબી શહેર-જિલ્લાને તંત્રને અને પ્રજાએ સાથે મળીને સ્વચ્છ રાખવું જરૂરી બન્યું છે આડેધડ કચરો ફેકતા વ્યક્તિ ઓ સામે તંત્રે દંડ પ્રક્રિયા માં જ્યાં કચરો જે વ્યક્તિ નાખે તે વિસ્તાર તેવા કચરો ફેંકનાર ની પાસે સાફ સફાઈ કરવી દંડ પ્રક્રિયા કરવી જોઈએ અને તેના માટે સંપૂર્ણ સ્ટાફ સાથે લોકોમાં પણ જાગૃતિ જરૂરી છે માત્ર સાવેણા હાથમાં લઇ એક-બે શેરીમાં સાફ-સફાઈ કરી સ્વચ્છતા ભારત અભિયાન નું કાર્ય કરવા કરતા દરેક વોર્ડ વાઈઝ યુવા ટીમ બનાવી પાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરી કાયમી માટે આપણું વિસ્તાર આપણું શહેર સ્વચ્છતા રહે અને દરેક વ્યક્તિ રાખે અને તેની દેખરેખ કરવામાં યોગ્ય રીતે આવે તો કાયમી માટે સ્વચ્છ ભારત અભિયાન માં મોરબી નુ નામ ચમત્કાર! ચમક તુ શહેર કહેવાય દરેક વિસ્તારમાં કે જાહેર માર્ગ માં પ્લાસ્ટિકના કાગળ ફેંકવા કે અન્ય કોઈ કચરો જાહેરમાં નાખે તો તે દંડને પાત્ર માં તે વિસ્તાર પર જાહેરમાં સફાઈ અભિયાન કાર્ય કરાવું અને તેની દેખરેખ દરેક પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રજાજનો વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત સમગ્ર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને મોરબી શહેર જિલ્લાના અધિકારી ઓ પાલિકા તંત્ર ના લોકો આપણું વિસ્તાર આપણે આપણું ગામ આપણું જિલ્લો આપણું શહેર સ્વચ્છતા માં કાયમ રહે તેવા પ્રયાસો દરેક વ્યક્તિએ કરવા જોઈએ માત્ર ને માત્ર દોષનો ટોપલો જેથી અધિકારી પર ઢોળવા કરતા આપણે પણ આપણી શેરી ગલીમાં કે આપણા વિસ્તારને સ્વચ્છતા મા રાખવાના પ્રયાસો કરવા જોઈએ અને ગંદા પાણીની ગટરો કે વપરાશનું પાણી જાહેર માર્ગોપર તલાવડા ની જેમ ના ફરે તે માટે ગટરોમાં કચરા કાગળ પુઠા પ્લાસ્ટિક વગેરે વગેરે વેસ્ટ કચરાને યોગ્ય કચરાપેટી કે ડસ્ટર સૂકો કચરો લીલો કચરો કચરાપેટી પાલિકાની આવતી ગાડીમાં નાખી શેરી ગલી વિસ્તારને સ્વચ્છતા સાથે શહેરને સ્વચ્છ ભારત અભિયાન કરવા તંત્રની સાથે પ્રજાને પણ યોગ્ય તકેદારી ના ભાગે સફાઈ વેરો લાઇટ વેરો પાણીવેરો સમયસર ચૂકવી એ પણ ફરજનો દરેક પ્રજા નો ભાગ છે તેવી તાકેદારી દરેક એ રાખવી જોઈએ તે આજના આધુનિક ટેકનોલોજી યોગની યોગ્ય જરૂરિયાત છે અત્રે નોંધનીય છે કે અગાઉ પણ મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સરકારી અધિકારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ વગેરે વગેરે સાવેણા સાથે સ્વચ્છ ભારત અભિયાન કરવામાં આવ્યું હતું પરંતુ બીજા દિવસે થા વહી કા વહી જેવો રફતાર ના કારણે ઠેરઠેર ગંદકી કચરાના ગંજ અને ચોમાસામાં ગંદાપાણીના ગટરની સાથે વરસાદ ના પાણી લોકોના ઘરના ઘરમાં ઘૂસી ગયા હતા ત્યારે તંત્ર સામે રોષ વ્યકત કરવામાં આવ્યું હતું પછી એના એ પરિસ્થિતિ છાશવારે મોરબી શહેર જિલ્લામાં બનતી રહી છે તો આવનાર દિવસોમાં સમસ્યા મુક્ત મોરબી શહેર જિલ્લો બને તે માટે જિલ્લા કક્ષાના અધિકારીઓ થી લઈ પ્રજા એ સજાગ જાગૃત થવાની જરૂર છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ