જસદણ શહેરના સાયકલ કલબનાં ૩ ઉત્સાહ યુવાનોએ બેટી બચાવો,પર્યાવરણ બચાવો તેમજ આપણો દેશ કોરોના જેવી મહામારીમાંથી ઝડપથી બહાર નીકળે અને દરેક લોકો સુખ-શાંતિથી જીવન જીવે તે માટે દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરવા માટે જસદણ થી ૩૦૦ કિલોમીટર દૂર દ્વારકા જવા નીકળેલ.આ યુવાનોમાં (૧) યોગેશભાઈ સખીયા-મિત સાયકલ(૨) રાજુભાઈ વેકરિયા-માર્શલ (3) બિરજુભાઈ જસાણી એમ ત્રણેય સાયકલવીરોએ એક અનોખી પહેલ કરી છે. આમ આ સાયકલ વીરોને વલ્લભભાઈ વેકરિયા દ્વારા લીલીઝંડી આપવામાં આવેલ.આ ત્રણેય સાયકલ વીરોને સંજયભાઈ હિરપરા( શક્તિ ), મનીષભાઈ મેવાસીયા,રોહિતભાઈ હિરપરા, રાજેશભાઈ વેકરીયા-અર્જુન ઇન્ડ્રસ્ટ્રીઝ અનિલભાઈ વેકરીયા-અનિલ ઇન્ડ્રસ્ટ્રીઝ અને જસદણ કોટડીયા હોસ્પિટલ-ડોક્ટર હાઉસના તમામ ડોક્ટર સાહેબો તેમજ જસદણ સાઇકલના ટીમના તમામ મેમ્બરે અભિનંદન આપેલ. આમ જસદણ સાઇકલના મેમ્બરો સાયકલિંગ દ્વારા વિવિધ સંદેશો તેમજ હેલ્થ-વેલ્થ અને સાયકલિંગ થતા ફાયદાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે તેવું જસદણ સાયકલના મેમ્બર અને એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા તેમની યાદીમાં જણાવેલ છે..
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ