આજરોજ તારીખ ૨૦ માર્ચ ૨૦૨૧ ના રોજ અત્રેની જસદણ અદાલતના એડી.જ્યુડિશિયલ ફર્સ્ટ કલાસ મેજિસ્ટ્રેટ – એસ.એસ.જાની સાહેબની કોર્ટમાં-ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કલમ-૧૩૮ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ.. આ કેસની હકીકત જોતા જસદણ તાલુકાના પ્રતાપપુર (નવાગામ)ના ફરિયાદી એવા ભગવાનભાઈ રેવાભાઈ મૂંધવા પાસેથી જસદણ તાલુકાના સાણથલી ગામના વિનુભાઈ મોહનભાઇ દુધાત – આરોપીએ ૯૦૦ મણ કપાસની ખરીદી કરેલ અને એક મણના ૧૧૦૦/- રૂપિયા લેખે ૯,૯૦,૦૦૦/- ( નવ લાખ નેવું હજાર ) કપાસની ખરીદી કરેલ અને જેના પૈસા ૨૯/૦૪/૨૦૧૯ ના રોજ એકી સાથે આપવાના હતા માટે આરોપીએ ફરિયાદીને બેંક ઓફ બરોડા-સાણથલી બ્રાન્ચનો ચેક નંબર- ૦૦૦૦૩૦ નો ૯,૯૦,૦૦૦/- (નવ લાખ નેવું હજાર) ચેક આપેલ,આમ સમયમર્યાદા પૂરી થતા ફરિયાદીએ ૦૪/૦૫/૨૦૧૯ ના રોજ જસદણની કોર્પોરેશન બેન્કમાં ચેક નાખેલ ત્યારે ૦૪/૦૫/૨૦૧૯ના રોજ ફંડ ઈનસફિસિયન્ટના કારણે ચેક રીટર્ન થયેલ.આમ ફરિયાદીએ ૨૮/૦૫/૨૦૧૯ ના રોજ વકીલ મારફતે આરોપીને રજીસ્ટર એડી.થી નોટિસ આપેલ અને આરોપીને નોટિસ બજી ગયેલ માટે આરોપીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-૧૩૮ મુજબ ગુનો આચરેલ હોય, આરોપી આઇ.પી.સી. કલમ-૪૦૬,૪૨૦ ના તળે ગુનો આચરેલ છે, જેથી ફરિયાદી દ્વારા ચેક મુજબની રકમ તથા નિયમ મુજબ મળવાપાત્ર વળતર આપવા દાદ માંગેલ હતી. આમ આરોપીએ સી.આર.પી.સી. કલમ-૩૧૩ મુજબ આરોપીએ પોતાના નિવેદનમાં જણાવેલ કે ફરિયાદી પાસે બીજા ચેકો તથા દસ્તાવેજ હોવાનું જણાવેલ, જેમાં ૨(બે) ચેકમાં સહી કરેલ અને ૨(બે) ચેક કોરા તેમજ દસ્તાવેજ ફરિયાદીના પિતાને બેંકમાંથી લૉન લેવાની હોય તો તેમાં આરોપીને જામીન તરીકે રહેવાનું હોય અને બેંકમા બતાવવા માટે આપેલ હતા. જે આરોપીએ માંગણી કરતા ફરિયાદીએ પૈસા મેળવવા દુરુપયોગ કરી આરોપી સામે ખોટો કેસ કરેલ હોવાનું જણાવેલ.આમ કેસ ચાલી જતા બન્ને પક્ષોની દલીલો-આધાર પુરવાઓ અને ચુકાદાને વંચાણે લેતા ફરિયાદીને આપેલ ચેક ૯૦૦ મણ કપાસના નાણાં માટે આરોપીએ આપેલ હોય તેવી હકીકત રેકર્ડ ઉપર પુરાવા પુરવાર થયેલ નથી તેમજ ફરિયાદીપક્ષે આરોપી સામે કેસ સાબિત કરી શકશે નથી. આમ આરોપીની વિરુદ્ધમાં જો અપીલ થાય તો અપીલ કોર્ટમાં હાજર થવા માટેના ૧૫,૦૦૦/- ના જામીન તથા તેટલીજ રકમના જામીન મુચરકા આપવા. ઉપરાંત સી.આર.પી.સી. કલમ ૨૫૫(૧)અન્વયે આરોપી વિનુભાઈ મોહનભાઈ દુધાત- ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ કલમ-૧૩૮ મુજબના શિક્ષાપાત્ર ગુનાને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં જસદણ અદાલતના નામદાર મહેરબાન એડી. જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ એસ.એસ.જાની સાહેબની કોર્ટમાં ૨૦-માર્ચ- ૨૦૨૧ના રોજ ખુલ્લી અદાલતમાં જાહેર કર્યો છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ