તળાજા,તા.૧૮ : કુદરતની ગતિ ન્યારી છે. તળાજામાં સાંજ ઢળ્યા બાદ એક તરફ વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું તો બીજી તરફ ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલાને ગઈકાલે જન્મેલ બેલડાની બે દીકરીઓને લઈ કયાં જવું તે મુશ્કેલ થઈ પડતાં નગરસેવક અને ચિફઓફિસરે માતા અને બંને નવજાત બાળકીને હોસ્પિટલમાં રહેવા તથા ભોજનની વ્યવસ્થા કરી હતી. શહેર માં રાજકીય અગ્રણીઓ સેવાભાવી સહિતના લોકો સાથે સાથે ભાજપ યુવા પ્રમુખ, નગરસેવક વિગેરે સેવા ક્રાયૅ માં જોડયા હતા એવ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે રોયલ ચોકડી નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલાને બે બાળકીઓ અવતર્યા ને ૨૪ ક્લાક થઈ હતી. રૂપિયાની અછત હોય ખાનગી હોસ્પિટલમાંથી રજા આપી દેતા પોતાના ઝૂંપડામાં આવેલ પણ અહિં તાલ પતરી જ હોય અને વરસાદી વાતાવરણ વચ્ચે બાળકીને રાખી શકાય તેમ ન હોય તેની જાણ થતાં બેલડાની બંને દીકરીઓ અને માતાને પાલિકા ચીફ ઓફિસ૨ પટેલને જાણ કરી એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં સલામત રીતે મોકલી આપવામાં આવેલ સાથે ભોજનની વ્યવસ્થા કરી આપી હતી. જેથી માનવ સેવાકાર્ય ની જ્યોત સમગ્ર ગુજરાતની સાથે સાથે તળાજા પંથકના વિસ્તારમાં પણ જોવા મળી હતી
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ