Nari Aawaj

News Website

*મૌસમ ના વરસાદ ની એન્ટ્રીબફારા બાદ ઠંડી ની લહેર અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર નીપ્રજા માં ખુશી*

Views: 100
0 0
Spread the love

Read Time:3 Minute, 51 Second

“બાળરાજા ને મજા ખેડૂતો એ કરી વાવણી શરૂઆત…” (આરીફ દિવાન ) મોરબી: અમદાવાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માં મેઘરાજા ની મોસમ ના વરસાદ એન્ટ્રી થતા બાળ રાજાઓમાં આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખેડૂતોએ વાવણી ની શરૂઆત કરી દીધી મોસમનો પ્રથમ વરસાદ થી ભાવનગર ગારીયાધાર મોડાસા બાબરા વિછીયા વિગેરે સહિત અમદાવાદ શહેર જિલ્લામાં મોસમના પ્રથમ વરસાદે આખો દિવસ બફારો રહ્યા બાદ એકાએક હવામાનમાં પલટો આવતા ની સાથે જ અમુક વિસ્તારોમાં ધીમીધારે તો અમુક વિસ્તારોમાં ગાજવીજ પવન સાથે મેઘરાજાની ધમાકેદાર અેન્ટ્રી થી બાળ રાજાઓ પ્રથમ મોસમના વરસાદથી આનંદ માણતા જોવા મળ્યા હતા તો અમુક શહેર ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો વાવેતર ની વાવણી કરવાનું શરૂ કરી દીધું હતું હાલ મોસમનો વરસાદ પોતાનો મિજાજ સમયસર મોસમ ની સાથે પ્રગટ કરે તેવી આશાઓ સાથે ખેડૂતો સહિત બાળ રાજા ઓ માં આશાઓ ની કિરણો ખીલી રહી છે ત્યારે દરેક શહેર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર વાહકો તાત્કાલિક પ્રજાહિત કાર્ય કરે તે જરૂરી બન્યું છે વરસાદના પાણીનો નિકાલ તેમજ જોખમી ઇલેક્ટ્રોનિક થાંભલા બ્રિજ ઇમારતો ર્જ્જરિત દીવાલો દૂર કરી કોઈ અકસ્માતની ઘટના બને તેવા પ્રયાસો માટે એલર્ટ રહેવું જોઈએ પ્રજાહિત કાર્યમાં પીજીવીસીએલ દ્વારા પણ ફરજ ના ભાગે દરેક વિસ્તારમાં બાજ નજર રાખી ને પ્રજાહિત કાર્ય કરવું જોઈએ એ આજના ડીજીટલ યુગ ની લાગણી અને માંગણી છે અંતે નોંધનીય છે કે અમદાવાદ માં પણ સામાન્ય વરસાદ થી ભૂગર્ભ ગટરો અને જાહેરમાર્ગો પર ચેતક મહોલ પ્રજા અનુભવી રહ્યા હતા જે અખબારો ના સમાચાર બનતાની સાથે જ તંત્ર દોડતું થયું હતું ત્યારે આગ લાગે ને પાણી નો કુવો શોધવો પડે એ ડિજિટલ ગુજરાતમાં વિકાસલક્ષી સરકાર માટે લાલબત્તી સમાન કહેવાય એ વાતને કોઈ શંકાને સ્થાન નથી હાલ 2022 વિધાનસભા ચૂંટણી અંતર્ગત સેન્સ પ્રક્રિયા રાજકીય ક્ષેત્રે ચાલી રહી છે તેમાં પણ મોંઘવારી નો પ્રશ્ન ગંભીર શાસક પક્ષો માટે ચિંતક બન્યો છે ત્યારે મોસમનો વરસાદ માં પ્રજા પરેશાની નો ભોગ ન બને તે દિશા તરફ પણ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ એ ભૂલવું ના જોઈએ પેટ્રોલ ડીઝલ ગેસ સહિત ખાદ્ય સામગ્રીની મોંઘવારી મતદાર પ્રજા માટે ગંભીર ચિંતક બની છે તેને પણ ચૂંટણી પહેલા હળવી કરવી એ પણ એક વિકાસ છે અમદાવાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદની તસવીરો માં બાળ રાજા ઓ આનંદ મેળવતા અને ખેડૂતો વાવણીની શરૂઆત કરી છે ત્યારે અમદાવાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં તંત્ર વાહકો પ્રજાના પ્રશ્નોને ધ્યાને રાખી પ્રજાહિત કાર્ય કરે એ આજના ડિજિટલ યુગમાં જરૂરી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love