Nari Aawaj

News Website

*વાંકાનેર ના ઢુવા થી મકનસર સુધી ટ્રાફિક જામ ટ્રાફિક સેન્સનો અભાવ પોલીસ તંત્ર ટાર્ગેટ પૂરો કરવામાં વ્યસ્ત વાહનચાલકો પરેશાન!*

Views: 102
0 0
Spread the love

Read Time:2 Minute, 2 Second

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર સતત રાત-દિવસ વાહનોની અવર જવર રહી છે ત્યારે ટ્રાફિક સેન્સનો અભાવ હોય તેમ છાશવારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતાં હોય છે અને ઘણીવાર નાના મોટા અકસ્માતો પણ આ માર્ગ પર થતા હોય છે છતાં ટ્રાફિક પોલીસ કે જિલ્લા ટ્રાફિક પોલીસ સરકારી પરિપત્રો અને અમલ કરાવવામાં અને ફિક્સ ટાર્ગેટ પૂરો કરવા માં સતત વ્યસ્ત હોય તેમ મોટાભાગના વાહનચાલકો મહેસૂસ કરીએ છે કોરોના મહામારી હળવી થતાની સાથે લોક ડાઉન ખુલ્યા બાદ કારખાને ફેકટરી ના માલ મટીરીયલ માટે ટ્રક ટેન્કર જેવા મોટા વાહ નો નું અમદાવાદથી કચ્છ સુધી નો આ નેશનલ હાઈવે સતત રાત-દિવસ વાહનોથી ધમધમતા રહે છે તેવા માર્ગ પર જાહેરનામું પણ સતત ભંગ થતો હોય તેમ આડેધડ અબ લોટ ખાણ ખનીજ અને ખેતરના વાહનો ટેકટર ટોલી રોડ પર દોડતા હોય છે છતાં માસ્ક દંડ સોશિયલ ડિસ્ટન્સ ભંગ ના ફિક્સ ટાર્ગેટ પૂરા કરવામાં પોલીસ હાલ વ્યસ્ત હોવાના કારણે અમદાવાદ નેશનલ હાઈવે એવા વાંકાનેર મોરબી ના માર્ગ પર આવેલા ઢુવા થી મકનસર સુધી સતત નાના-મોટા વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે તેવા સમયે કલાકો સુધી ચાલુ વાહને જાહેર માર્ગોપર વાહનચાલકો ટ્રાફિક માં ફસાયેલા રહેતા હોય છે જે સમગ્ર ઘટના તસવીરમાં નજરે પડે છે રિપોર્ટર:ઔતમ ધામેચા વાંકાનેર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love