ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામમાં ભ્રષ્ટાચારની મહેકાવી હોય તેમ સ્થાનિક ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કક્ષાના અધિકારીઓને નાના માંઢા ગામની મોટી ફરિયાદ એટલે કે ભ્રષ્ટાચાર જેવી રાવ કરી છે જેમાં પ્રજાહિત કાર્યમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવી લેખિતમાં રાવ કરી તપાસની માગણી કરી છે સંતોષકારક તપાસ નહીં થાય તો ગાંધીજી આ માર્ગ અપનાવવા પડશે અને જરૂર પડી એ કોર્ટ માં ન્યાય ની ફરિયાદ દાખલ કરવામાં આવશે એવી ચિમકી ઉચ્ચારણ કરી છે વધુ માં જાણવા મળતી વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં નાનકડા એવા નાના માંઢા ગામ ખાતે પ્રજાહિત કાર્યો માટે આરસીસી પેવર બ્લોક મા ભ્રષ્ટાચાર ના પોપડા વિકાસ લક્ષી સરકારના રાજમાં ખરી પડ્યા હોય તેમ જે માલ મટીરીયલ એસ્ટીમેટ મુજબ વાપરેલા ના હોવાના કારણે તે રોડ રસ્તા માર્ગ માં લોટ પાણીને લાકડા નો વપરાશ થતા હોવાથી ચોમાસામાં લોકોને ભારે હાલાકી પડે તેવા ભય અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે દેશના વડાપ્રધાન ભ્રષ્ટાચાર મુક્ત કરવાના પ્રયાસો અંતર્ગત મોટાભાગે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરેલ હોય છતા ગામ્ય વિસ્તારમાં ભષ્ટાચાર ના પોપડા અટકવાનું નામ જ લેતું નોહોય તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં નાના એવા નાના માંઢા ગામ ખાતે ફરિયાદ ઉઠવા પામી છે એન્જીનીયરો ની ટકાવારી અને કોન્ટ્રાક્ટ ની કૃપાથી તલાટી મંત્રી અને સરપંચની દ્વારા માત્ર કાગળ ઉપર જ વિકાસ થતો હોય એમ લોકો મહેસૂસ કરતા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ તપાસની માગણી મૂકવામાં આવી છે જે આવેદનપત્ર પાઠવતા તસવીરમાં નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ