Nari Aawaj

News Website

*સુરતમાં આપના કોર્પોરેટરે દારૂના ના અડ્ડા પર જનતા રેડ કરી આપ ગુજરાતમાં દારૂ નાબૂદ કરશે!?*

Views: 104
0 0
Spread the love

Read Time:3 Minute, 23 Second

ગુજરાતમાં માત્ર દારૂબંધી કાગળો પર જ હોય તેમ મોટાભાગની ઘટનાઓમાં દેશી અંગ્રેજી દારૂ ને પોલીસ તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવી રહ્યો હોય છે ત્યારે ગુજરાતના સુરત શહેરમાં આપના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ એવા કોર્પોરેટર મતદાર પ્રજાને સાથે રાખીને જનતા રેડ કરી દેતા દારૂના વિક્રેતાઓમાં ખળભળાટ વ્યાપી ગયો હતો પ્રજાના વિવિધ પ્રશ્નોની સાથે સાથે આપ ના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ લાઈટ પાણી સફાઈ વેરા વગેરે પ્રજાહિત પ્રશ્નો ને ધ્યાને રાખીને સાથે સાથે લોકોને અસામાજિક પ્રવૃત્તિઓ દારૂ-જુગાર સહીત નશીલા પદાર્થોથી લોકોને મુક્ત કરવાના પ્રયાસો હાથ ધર્યા હોય તેમ ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારી કરાવવામાં આમ આદમી પાર્ટી આપ ની મહેનત રંગ લાવશે? એ તો આવનાર સમય જ કહેશે હાલ સુરતના હીરા બાગ માં આવેલા આણંદ નગર ની બાજુમાં 118 આવાસ વિસ્તારમાં દારૂની નદીઓ વહેતી હોય તેમ દારૂના વિક્રેતાઓ ને પ્યાસીઓ નો ચોક્કસ સમયે મેળો ભરાતો હોય તેમ આપના ઓપરેટર ને માહિતી મળતા તે વિસ્તારના મતદાર પ્રજા ને સાથે રાખીને જનતા રેડ કરી ગુજરાતની દારૂબંધી માત્ર કાગળ પર હોય તેને ખુલ્લી પાડી દીધી છે આ તો માત્ર સુરતની વાત છે અમદાવાદ જેવા મેગાસિટીમાં પણ પોલીસ ખુદ બુટલેગરના રૂપમાં પકડાતો હોય એટલે દારૂબંધી કાગળો પર કેવી હોય એતો મતદાર પ્રજા જાણે છે પરંતુ હાલ દારૂના દુષણો નષ્ટ નાબૂદ કરવામાં વિકાસલક્ષી સરકાર ના ચૂંટાયેલા નેતાઓ નગરસેવકો સદસ્ય સભ્યો ધારાસભ્યો નિષ્ફળ નીવડયા હોય તેમ ગુજરાતના મોટાભાગના દરેક શહેર-જિલ્લા થી લઇ ગ્રામ્ય વિસ્તારોમાં દેશી અંગ્રેજી દારૂ નુ દુષણ ધમધમી રહ્યું છે જે ગુજરાતના ગૃહ મંત્રી મુખ્યમંત્રી જેવા પ્રતિષ્ઠિત નેતાઓ ની પ્રતિષ્ઠાને આમ પ્રજાની દ્રષ્ટિએ નબળી પાડી રહ્યું છે! એ વાતને કોઈ શંકાને સ્થાન નથી જામનગર ભાવનગર મોરબી રાજકોટ જૂનાગઢ સહિત ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ અંગ્રેજી અને દેશીદારૂના પ્યાસી ઓ ને બુટલેગરો ને પોલીસ તંત્રનો ડરના રહ્યો હોય તેમ બિન્દાસ ત્યાં દુકાનો શરૂ કરી દેતા વિરોધીઓને મોકળું મેદાન મળ્યું હોય તેમ સુરતની ઘટના કઈ રહી છે એ ગુજરાતમાં ડિજિટલ યુગ ના વિકાસ લક્ષી નેતાઓએ ભૂલવું ના જોઈએ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love