Nari Aawaj

News Website

અમદાવાદ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 33 થઈ ગઈ છે અને એકનું મોત થયું છે. કોરોનાના કહેરને રોકવા માટે રાજ્ય સરકારે ધોરણ 1થી 9 અને ધો.11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જેથી તમામ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં ચઢાવવામા આવશે. તેની સાથે સાથે રાજ્યની તમામ શાળાઓમા રજા પણ જાહેર કરી છે.

Views: 112
0 0
Spread the love

Read Time:3 Minute, 54 Second

નવગુજરાત સમય, અમદાવાદ

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 33 થઈ ગઈ છે અને એકનું મોત થયું છે. કોરોનાના કહેરને રોકવા માટે રાજ્ય સરકારે ધોરણ 1થી 9 અને ધો.11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જેથી તમામ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં ચઢાવવામા આવશે. તેની સાથે સાથે રાજ્યની તમામ શાળાઓમા રજા પણ જાહેર કરી છે.

ધો. 1-9 અને ધો.11માં માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય અમલમાં આવતા હવે સરકારની આ જાહેરાત બાદ હવે આ વર્ષે અત્યારથી જ શાળાઓમાં ઉનાળાનું વેકેશન લાગુ પડી જશે. ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ સમાપ્ત થઈ ગઈ છે ત્યારે આ નિર્ણય અમલમાં આવતા હવે ઉનાળું વેકેશન બાદ જ શાળાઓ ખુલશે.

રાજ્યમાં મુખ્યમંત્રી દ્વારા કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર કરવામાં આવેલી કોર કમિટીના સદસ્ય અને રાજ્યના માહિતી કમિશ્નર અશ્વિની કુમારે આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચરતર માધ્યમિક વિભાગની તમામ શાળાઓ બંધ રાખવામાં આવશે અને ધોરણ 1-9 અને 11નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. આ ઉપરાંત પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં પણ બિનજરૂરી વિભાગોમાં કામગીરી બંધ કરાશે. વિધાનસભાના સ્ટાફને પણ રજા આપવામાં આવી છે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં જરૂરી અને આવશ્યક સેવાઓને લગતા વિભાગોમાં લઘુત્તમ સ્ટાફ સાથે કામગીરી બજાવવામાં આવશે તેમ અશ્વિની કુમારે જણાવ્યું હતું.

રાજ્ય સરકારના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને પણ રજા આપવામાં આવશે. અશ્વિની કુમારે જણાવ્યું રાજ્યના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોને પણ વેકેશન અને રજા જાહેર કરવામાં આવી છે. હવે શિક્ષકોએ પણ શાળાએ જવાની જરૂર નથી.

પ્રવર્તમાન સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા કેટલાક મહત્વના નિર્ણય

• દરરોજ 2 વખત મેડિકલ બુલેટિન બહાર પડાશે

• મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં દરરોજ મળશે બેઠક

• એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે લોકોને સરળતાથી વસ્તુઓ મળી રહેશે

• આજે મુખ્યમંત્રીએ હોમ કોરન્ટાઇલ લોકો સાથે વાત કરી છે

• ધોરણ 1 થી 9 અને 11 માં માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે

• તમામ શાળાઓ બંધ રાખવામાં આવશે

• જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ

• રાજ્યની સરકારી કચેરીઓના વિભાગો અનિવાર્ય ન હોય તો બંધ રખાશે.

• જેની વિગત સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અપાશે.

• દૂધનો નિયમિત પૂરવઠો છે.

• શાકભાજી માર્કેટ કાર્યરત છે.

• પાલિકા અને મહાનગર પાલિકામાં આવશ્યક સેવાઓ ન હોય તો તે વિભાગો બંધ રહેશે.

• કચેરી પણ બંધ રહેશે.

• લોકોએ સંગ્રહ કરવાની જરૂર નથી.

• ગભરાવાની જરૂર નથી.

• સરકાર તમામ મોરચે કાર્યરત છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love