લોક વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલનું એક લોકઉપયોગી કદમ
કોરોના સે ડરોના લોકજાગૃતિ અભિયાન અંતર્ગત
“હમ હોંગે કામયાબ” કાર્યક્રમનાં શ્રીગણેશ
ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા લોકોને કોરોના વિશે સાચી માહિતી મેળવે, કોરોના થી દુર રહેવાનાં તકેદારીનાં પગલાં, કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા યોગ અને આયુર્વેદિક શાસ્ત્રમાં રહેલ ઉપાયો વગેરે હેતુને ધ્યાનમાં લઈ ધ્રોલનાં તાલુકાના ૪૨ ગામનાં આંગણવાડી કાર્યકરો માટે કોરોના સે ડરોનાં લોકજાગૃતિ અભિયાન અંતર્ગત ‘હમ હોંગે કામયાબ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કોરોના વાઇરસની માહીતી, કોરોના વાઇરસ સામે સ્થાનિક કક્ષાએ ક્યાં પ્રકારની તકેદારી લેવી? તે અંગેની પ્રાયોગિક માહિતી કેન્દ્રનાં ડો.સંજય પંડ્યા દ્વારા આપવામાં આવી. કોરોના વાઇરસ સામે રોગ પ્રતિકારકશક્તિનું મહત્વ ખુબ જ છે તો આ શક્તિ વધારવા ક્યાં-ક્યા પ્રકારના યોગ કરવા તેની વિષદ છણાવટ કરવામાં આવી. આ ઉપરાંત આયુર્વેદિક શાસ્ત્રમાં રહેલી ઔષધીનો ઉકાળો કઈ રીતે ઉપયોગી બની શકે અને તેને કઈ રીતે બનાવી શકાય તેની માહિતી આપવામાં આવી. કાર્યક્રમ અતીલોક્પયોગી છે માટે રસ ધરાવનાર આમજનતા-શાળા-કોલેજ-મંડળ-કોલોની-ટાઉનશીપ-ગામ આ કાર્યક્રમનો લાભ પોતાના વિસ્તારમાં આપવા વિજ્ઞાનકેન્દ્ર (૯૪૯૯૫૬૪૪૮૧), ડો.સંજય પંડ્યા (૯૯૭૯૨૪૧૧૦૦)નો સંપર્ક કરી શકો છો. તેવો અનુરોધ સંસ્થાના ચેરમેનશ્રી હરસુખભાઈ મહેતાએ કરેલ છે
રિપોર્ટ:શરદ એમ.રાવલ.
હડિયાણા.



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ