જસદણ શહેરના યુવાનો દ્વારા દિવાળીના દિવસે જરૂરિયાતમંદ બાળકોને કપડા તેમજ જરૂરિયાત મંદ મહિલાઓને સાડી તેમજ મીઠાઇ વિતરણ કરી અનોખી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવેલ અને એક અનોખો સંદેશો પૂરો પાડવામાં આવેલ. આ સેવાકીય કાર્ય માટે દાતાશ્રી એવા વિજયભાઇ રાઠોડ, અશોકભાઈ ચાંવ, કુલદીપભાઈ અમરૂભાઈ બોરીચા, લાલાભાઈ વાસુદેવભાઈ જોષી, કિશનભાઈ ચંદુભાઇ તોગડિયા, મહેશભાઈ ધોરાળીયા દીપકભાઇ વાઘેલા, સાગરભાઇ વાળા,અમરસિંહ રાઠોડ, એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ સહયોગ આપેલ. આ વિતરણ કાર્યક્રમ શાકમાર્કેટમાં આવેલ બ્રાહ્મણ સમાજની વાડીમાં સાંજના પાંચ વાગે રાખવામાં આવેલ.આ કાર્યક્રમમાં ઘણા બધા જરૂરિયાતમંદ બાળકોને કપડાં તથા ઘણા બધા જરૂરિયાતમંદ બહેનોને સાડી તથા મીઠાઈ દીવાળીના દિવસે મળતા ખુબજ ખુશ થયેલ.આ કાર્યક્રમની પૂરેપૂરી જહેમત દીપકભાઈ વાઘેલાએ ઉઠાવેલ.આ કાર્યક્રમનું સંચાલન એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ
admin
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%