Nari Aawaj

News Website

Views: 110
0 0
Spread the love

Read Time:1 Minute, 50 Second

*તા.૫/૫/૨૫ થી તા.૭/૫/૨૫ … બ્રહ્માકુમારીઝ – બરવાળા સેવા કેન્દ્ર દ્વારા ત્રી દિવસીય બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિર યોજાશે* બ્રહ્માકુમારી બરવાળા સેવા કેન્દ્ર , શિવ સદન ,પટેલ શેરી બસ સ્ટેન્ડ રોડ , બરવાળા ખાતે ત્રી દિવસીય બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિર નું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ શિબિર તા.૫/૫/૨૫ થી તા.૭/૫/૨૫ સુધી સમય : સવારના ૮:૩૦ થી ૧૦:૩૦ કલાક રહેશે.શિબિર માં ભાગ લેનાર બાળક ની ઉંમર ૯ થી ૧૫ વર્ષ અને રજીસ્ટ્રેશન બ્રહ્મકુમારીઝ સેવા કેન્દ્ર પર તા.૪/૫/૨૫ સુધી માં ફરજિયાત કરાવવાનું રહેશે. આ શિબિરમાં પ્રેરણાદાયી કલાસ , સંસ્કાર અને સંસ્કૃતિ , ઓળખ સત્ય – અસત્ય ની , ભોજન નો પ્રભાવ મન પર અને બાળકો ને ચિત્ર ,સંગીત ,બૌધ કથાઓ ,જ્ઞાન સાથે ગંમત અને મેડિટેશન દ્વારા એકાગ્રતા માં વૃદ્ધિ અને સાંસ્કૃતિક જેવા કાર્યક્રમો થકી બાળકો માં રહેલ આંતરિક શક્તિ ખીલે અને બાળ વ્યક્તિત્વ નિખરે અને વિકાસ થાય તેવો ઉમદા હેતુ છે.આ શિબિર માં બાળકો ને ભાગ લેવા બરવાળા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા ઈશ્વરીય નિમંત્રણ છે. રીપોર્ટ રસીક વીસાવળીયા કિશન પ્રજાપતિ હિરેન ખેરડીયા જસદણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love