Nari Aawaj

News Website

વિછીયાના નાના માત્રા ગામે 16 વર્ષની સદાબેન હત્યાકાંડમાં ન્યાયની માંગ સાથે મામલતદારને આવેદન

Views: 139
0 0
Spread the love

Read Time:1 Minute, 42 Second

16 વર્ષીય સદાબેન હત્યાકાંડમાં યોગ્ય તપાસ ન થતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, તપાસ ન થાય તો ઉપવાસની ચીમકી વિછીયા તાલુકાના નાના માત્રા ગામે 16 વર્ષીય સદાબેનની થયેલી હત્યા અંગે યોગ્ય તપાસ ન થતા અને કેસને દબાવાની કોશિશ થઈ રહી હોય તેવી આશંકા વચ્ચે, કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાત દ્વારા મામલતદાર કચેરી વિછીયામાં મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ આવેદનમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રીએ તથા કલેક્ટરશ્રીએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસને રી-ઓપન કરવાની માંગ કરવામાં આવી છે.આગેવાનોના જણાવ્યા અનુસાર, દોષિતોને કડક સજા થાય અને આવનારા સમયમાં એવા બનાવો ફરી ન બને, એ હેતુથી આ પગલાં લેવામાં આવ્યા છે.આવેદનમાં ચિમકી અપાઈ છે કે જો તારીખ 15 સુધીમાં યોગ્ય તપાસ શરૂ નહીં થાય, તો વિછીયા મામલતદાર કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ધારણ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતના મુખ્ય મુકેશભાઈ રાજપરા, અરવિંદભાઈ રાજપરા, રસિકભાઈ રોજાસરા, લાલાભાઈ રાજપરા અને ભગીરથભાઈ વાલાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર – કિશન પ્રજાપતી. રસિક વિસાવળીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love