રાજકોટ રૂરલ એલસીબી અને ભાડલા પોલીસની સંયુક્ત કાર્યવાહી : ગઢડીયા જવાના રસ્તા પરથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડાયોરૂરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ભાડલા પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભંડારીયાથી ગઢડીયા જવાના રસ્તા પર એક ટ્રકને આંતરીને તલાશી લેતાં મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રક નંબર RJ 52 GA 4012 માંથી પોલીસે ૬૭૫૬ વિદેશી દારૂની બોટલ અને ૧૧૯૮ બિયરના ટીન કબજે કર્યા છે, જેની કુલ કિંમત અંદાજે ૪૦ લાખ રૂપિયા થાય છે.પોલીસે ૧૦ લાખ રૂપિયાની કિંમતનો ટ્રક પણ કબજે કર્યો છે અને ડ્રાઇવર મહેશ પ્રભુદયાલ શર્મા (રહે. જયપુર) ની અટકાયત કરી છે. પોલીસ હવે આ દારૂ કોણે મોકલ્યો હતો અને તે ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે પોલીસની આ કાર્યવાહીથી જસદણ પંથકમાં બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રીપોટર કિશન પ્રજાપતી જસદણ



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ