Nari Aawaj

News Website

જસદણના ભાડલા પાસે સુરેન્દ્રનગરના હિરેનને તમંચા સાથે એસઓજી એ ધરપકડ કરી

Views: 28
0 0
Spread the love

Read Time:1 Minute, 46 Second

ભાડલા પાસે સુરેન્‍દ્રનગરના શખ્‍સને દેશી તમંચા સાથે રૂરલ એસઓજીએ ઝડપી લીધો હતો.
રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિંમકર સિંહ દ્રારા રાજકોટ ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમો ઉપર વધુમાં વધુ કેસો કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્‍સપેક્‍ટર એફ.એ.પારંગી માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનો સ્‍ટાફ ભાડલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્‍યાન પો.હેડ.કોન્‍સ શિવરાજભાઇ ખાચર વિજયભાઇ વેગડ, મયુરભાઈ વિરડા તથા પો.કોન્‍સ વિપુલભાઇ ગોહીલ સંયુક્‍ત રીતે હકિકત મળેલ કે, હિરેન ડણીયા રહે, સુરેન્‍દ્રનગર વાળો ચોટીલા કમળાપુર રોડ, કમળાપુર,જય સોમનાથ પેટ્રોલ પંપની સામે રોડ ઉપર ઉભેલ છે અને તેના પેન્‍ટના નફામાં હથીયાર છે. તેમજ ભાડલા ગામ ખાતે જવાનો છે. જે સચોટ હકિકત આધારે જય સોમનાથ પેટ્રોલ પંપની સામે રોડ ઉપર રેઇડ કરતા ઇસમ હિરેન જગદીશભાઇ ડણીયાના કબ્‍જામાંથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની લોખંડની ધાતુનુ હથીયાર (દેશી કટો) મળી આવતા ભાડલા પોલીસ સ્‍ટેશન ખાતે આર્મ્‍સ એકટ મુજબ ગુન્‍હો રજીસ્‍ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર કિશન પ્રજાપતી જસદણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love