Nari Aawaj

News Website

જસદણ ન્યાયાલય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં

Views: 20
0 0
Spread the love

Read Time:1 Minute, 42 Second


……………………………………………………….
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આવેલ ન્યાય મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આમ જસદણ ન્યાય મંદિરના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી કે.એન.દવે સાહેબશ્રી તથા રજીસ્ટારશ્રી એમ.બી. પંડ્યા સાહેબ તથા સરકારી વકીલ શ્રીમતી કે.એમ.ચૌધરી સાહેબ તથા લીગલ વિભાગના સેક્રેટરી જે.એ.સોયા સાહેબ તથા ન્યાયાલયના તમામ કર્મચારીગણો તેમજ જસદણ બાર એશોસિયનના વકીલશ્રીઓ હાજર રહી ન્યાય મંદિરના પટણાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ.

આ તકે જસદણ ન્યાય મંદિરના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી કે.એન.દવે સાહેબે વિશ્વ પર્યાવરણ દિવસ અનુસંધાને માહિતી માર્ગદર્શન આપેલ અને વૃક્ષારોપણ અને તેના ઉછેરથી માનવજાત અને પૃથ્વી માટે થતા ફાયદાઓ વિશે માહિતગાર કરેલ.

આમ જસદણ ન્યાયાલયમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિતે જસદણ ન્યાયાલયના એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસશ્રી ડી.એમ પરમાર સાહેબે સૌનો આભાર વ્યક્ત કરેલ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love