Nari Aawaj

News Website

વિંછીયા પોલીસે ઇંગ્‍લીશ દારૂ ભરેલી કાર ઝડપી લીધીઃ બે શખ્‍સો ફરાર

વિંછીયા પોલીસે ઇંગ્‍લીશ દારૂ ભરેલી કાર ઝડપી લીધીઃ બે શખ્‍સો ફરાર
Views: 71
0 0
Spread the love

Read Time:1 Minute, 59 Second

વિંછીયા પોલીસે ઇંગ્‍લીશ દારૂ ભરેલી કાર પકડી પાડી બે શખ્‍સોની શોધખોળ હાથ ધરી છેરાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહે દ્વારા દારૂ તથા જુગારની અસામાજીક પ્રવળતી નેસ્‍ત નાબુદ કરવા સુચના આપેલ હોય. જે અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા, ગોંડલ માર્ગદર્શન હેઠળ વિંછીયા પોલીસ ઇન્‍સ્‍પેકટર એ.સી.ડામોર સુચના અન્‍વયે પો.સબ ઈન્‍સ. કે. બી. ગઢવી તથા સ્‍ટાફ પેટ્રોલીંગમા હતાતે દરમ્‍યાન પો. હેડ કોન્‍સ. ક્રિપાલસિંહ જાડેજા, પ્રકાશભાઇ ડાંગર તથા પો.કોન્‍સ, અમીતદાન સુરૂ ના ઓને સંયુકત રીતેખાનગીરાહે હકિકત મળેલ કે ઇશ્વર ઉર્ફે ઇશો ભવાનભાઈ બાવળીયા રહે. મોટા માત્રા તથા જેન્‍તીભાઇ ઠાકરશીભાઇ મકવાણા રહે વિંછીયા ઓરી રોડ રામાપીરના મંદીર આગળ શીતળાના ઢોરે તા.વિંછીયા વાળાઓ એ ઇશ્વર ઉર્ફે ઇશાની કબ્‍જા ભોગવટા વાળી મારૂતી સુઝુકી અલ્‍ટો કારમા ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો રાખી વેચાણ કરે છે તેવી ચોકકસ ભરોસાપાત્ર હકીકત મળતા હકિકત વાળી જગ્‍યાએ રેઇડ કરતા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્‍લીશ દારૂ કુલ બોટલો નંગ- ૫૪ કિં.રૂ. ૭૦૨૦૦/- તથા એક અલ્‍ટો કાર જેની કિ.રૂ ૧,૫૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિં.રૂ. ૨,૨૦,૨૦૦/- નો કબજે કરી મજકુર બન્ને ઇસમો હાજર મળી આવેલ ના હોય બન્ને સામે ગુન્‍હા દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.

રિપોર્ટર કિશન પ્રજાપતી જસદણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love