ગોતામાં કારમાં માણસોની હેરાફેરી કરતા શખ્સો વિરૂદ્ધ ટ્રાફિકના એ ડીવીઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે જાહેર કરાયેલા જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરી રહેલી પોલીસે ગોતામાં કારમાં જઈ રહેલા યુવકને ફટકાર્યો હતો. તપાસ કરતા તે કારમાં માણસોની હેરાફેરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પૂછપરછ કરતા શખ્સે તેનું નામ મનોજ નટવરભાઈ પટેલ અને રાણીપમા સ્વાગત હોલ પાસે નર્મદ નગર સોસાયટી વિભાગ-1 માં રહેતો હોવાનું પોલીસને જણાવ્યું હતું. જાહેરનામું હોવા છતાં બહાર નીકળવા સંદર્ભે તે કોઈ સંતોષકારક જવાબ આપી ન શકતા ટ્રાફિકના એ ડીવીઝન પોલીસે તેની વિરૂદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ