હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ના કારણે હાહાકાર મચી ગયો છે ત્યારે ભારતમાં પણ તેની અસરો ના અંતર્ગત લોકો કોરોના રસનો ભોગ ન બને તેવા હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતમાં લોક ડાઉન ૨૧ દિવસનું કરી દીધેલ છે જેના અનુસંધાને પોલીસ તંત્ર ખડે પગે હોય લોકોને ઘરની બહાર જવા આવવા કામ વગર પ્રતિબંધ કરેલ છે તેવા સમયે સેવાકીય સંસ્થાઓ દ્વારા ખાધ સામગ્રી કીટ વિતરણ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લોકો લોકોની મદદ તે આવ્યા છે ત્યારે જામનગર શહેર જિલ્લામાં પણ મદારે મહેઝર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિમાં સતત ખડેપગે રહી લોકોને ખાધસામગ્રી કીટ અને જરૂરી મદદ કરવામાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં સંસ્થાના પ્રમુખ અકબર દિવાન. હાજી ગફાર ભાઇ ખીરા. અક્રમ ભાઈ ખીરા ઈમ્તિયાઝ ભાઈ ગજણ. સબીરભાઈ વાઘેર. શકીલભાઈ ખુરેશી. વિગેરે પોતાની યથાશક્તિ પ્રમાણે ખાદ્ય-સામગ્રી કીટ વિતરણ અને ભરપેટ ભોજન કરવાની માનવ સેવા કરી રહ્યા છે નાતજાતના ભેદભાવ વગર કોમી એકતાના પ્રતીક આ કાર્યને સર્વે સમાજ દ્વારા જામનગર શહેર-જિલ્લામાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે તેની સમગ્ર સેવાકીય પ્રવૃત્તિ તસવીર નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ