Nari Aawaj

News Website

ટંકારામાં સરકારી તબીબ ઉપર એક શખ્સએ હુમલો કર્યો –

Views: 144
0 0
Spread the love

Read Time:2 Minute, 12 Second

ટંકારામાં સરકારી તબીબ ઉપર એક શખ્સએ હુમલો કર્યો –

ઇજા થયાનું કહીને દવાખાને આવેલા શખ્સને ડોક્ટરે તપાસી દવા આપીને ઘરે જવાનું કહેતા હુમલો કર્યો

ટંકારા : ટંકારાના સરકારી દવાખાનાના ડોકટર ઉપર એક શખ્સે હુમલો કર્યોનો બનાવ સામે આવ્યો છે. પોતાને ઇજા થયાની ફરિયાદ સાથે દવાખાનામાં આવતા ડોક્ટરે કઈ થયું ન હોય અને ઘરે જવાનું કહેતા શખ્સની કમાન છટકી હતી અને ડોક્ટર પર હુમલો કરતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બપોરે આરોપી નિતીન સૌંલકી શેરી મા રહેતા પ્રવિણભાઈ ડાહ્યાભાઈ જાદવ સાથે ગાળા ગાળી કરી ધોકા વડે હુમલો કર્યો હોય પ્રવિણભાઈ એ ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરી હોય આરોપી સામે ખોટી ફરીયાદ કરવા સરકારી હોસ્પિટલમાં દાખલ થયો હતો ત્યારે ટંકારાના સરકારી દવાખાનાના ડો. નરેન્દ્રસિંહ ઝાલા આજે દવાખાનામાં હતા. તે સમયે નીતિન કરશન સોલંકી નામનો શખ્સ પોતાને ઇજા થઇ હોવાની ફરિયાદ સાથે દવા લેવા માટે આજે આ સરકારી દવાખાનામાં આવ્યો હતો.અને દાખલ થવાનું પણ કહ્યું હતું.પરંતુ ડોક્ટરે તેને તપાસીને કઈ ન થયું હોવાનું નિદાન કરી જરૂરી દવા આપીને ઘરે જવાનું કહ્યું હતું. આથી, આ શખ્સ ઉશ્કેરાઈ જઈને ડોકટર સાથે માથાકૂટ કરી ગાળો આપી ડોક્ટરને માર માર્યો હતો. આથી, ડોક્ટરને આંખ અને મોઢા ઉપર ગંભીર ઇજા થતાં તેમને તાકીદે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે આ શખ્સ વિરુદ્ધ કલમ 186.333.504.506 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love