વાંકાનેર તાલુકાના રાણપર ગામે રેશનકાર્ડ ધારકોને કીટ વિતરણ નો કાર્યક્રમ શરૂ
“સરકાર દ્વારા રેશનકાર્ડ ના માધ્યમથી અપાતી વિનામૂલ્યે ખાદ્ય સામગ્રીની કીટ વાંકાનેરના રાણેકપર મા એપીએલ કાર્ડધારકોને 70 કિટ નું વિતરણ કરાયું કુલ 268 કીટ વિતરણ કરાશે”
વાંકાનેર: હાલ કોરોના વાયરસ અંતર્ગત લોક ડાઉન હોવાથી લોકોને હાલાકી ન પડે તેવા હેતુ સરકાર દ્વારા ખાધસામગ્રી કીટ વિતરણ સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને કરવાની જાહેરાત ને અનુસંધાને વાંકાનેર તાલુકામાં આજરોજ તારીખ 13 4 2020 ના રોજ વાંકાનેર રાણેકપર ગામ ખાતે શરૂ કરી દેવામાં આવ્યું છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મહિલા સરપંચ મુમતાજ બેન હુસેનભાઇ શેરસીયા અને તલાટી મંત્રી અક્ષા બેન હુસેનભાઇ પરાસરા અને જમાદાર ગઢવી ભાઈ સહિત ચૂંટાયેલા ગ્રામ પંચાયતની બોડી ના સભ્યો અગ્રણીઓ આગેવાનો જેમ કે બાબુભાઈ પરમાર દલિત સમાજ આગેવાન તેમજ હુસેનભાઇ શેરસીયા મુસ્લિમ સમાજ આગેવાન સહિત ઉપસરપંચ લખમણભાઇ તેમજ જીતુભાઈ પરમાર સભ્યશ્રી વગેરે ની હાજરીમાં રેશનકાર્ડ ધારકો ને ખાધસામગ્રીની કિટ સરકારે નક્કી કરેલા ધારાધોરણ મુજબ શરૂ કરેલ છે જેમાં સવારે આઠ વાગ્યાથી આ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેમાં સાંજ સુધીમાં ૭૦ જેટલા રેશનકાર્ડ ધારકોને ખાદ્ય સામગ્રી ની કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતુ અને અગાઉ પ્રથમ રાઉન્ડમાં ૧૨૦ જેટલા બીપીએલ રેશનકાર્ડ ધારકોને ખાધ સામગ્રી વિતરણ કર્યા બાદ હાલ એપીએલ રેશનકાર્ડ ધારકોને કુલ 268 ખાદ્ય સામગ્રીની કિટ વિતરણ કરવામાં આવનાર છે જેમાં પ્રથમ રાઉન્ડમાં ૭૦ જેટલી કીટ વિતરણ કરવામાં આવી હતી તેમાં અગ્રણીઓ આગેવાનો એ પોતાની કીટ પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપી દેવાનું જાહેર કર્યું છે આ કિટમાં ઘઉ ચોખા ખાંડ જેવી ખાદ્યસામગ્રી કિટ વિતરણ કરવામાં આવી છે. જે તસ્વીરમાં
નજરે પડે છે.



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ