દારૂ ગાળવા માટેના સાધનો તથા 2025 લીટર આથો સાથે ત્રણ શખ્સો પકડાયા વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અગાભી પીપળીયા ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી તથા દેશી દારૂ ગાળવા માટેના સાધનો તથા આથો લીટર 2025 સાથે ત્રણ ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. ગઈકાલે તા. 29ના રોજ વાંકાનેર તાલુકા પોલીસને ખાનગી રાહે દેશી દારૂની ભઠ્ઠી વિષે બાતમી મળેલ હતી. તે મુજબ પોલીસે અગાભીપીપળીયા ગામની આથમણી સીમમાં ડેમી નદીના વોકળામાં રેઇડ કરતા દેશીદારૂ ગાળવાની ચાલુ હાલતની પાંચ ભઠી મળી આવેલ હતી. તેમજ ગેસના બાટલા નંગ 5, ચુલા નંગ 5, ભઠીગાળવાના ટીપણા નંગ 5, તપેલા નંગ 5, 50 લીટરના કેરબા નંગ 8, 10 લીટરના પ્લાસ્ટીકના કેન નંગ 5, દેશીદારૂ બનાવવાનો આથો લીટર 2025, સ્ટીલની થાળી તથા તેમા ફીટ કરેલ નળી નંગ 5, દારૂ લીટર 10 એમ મળી કુલ કિ.રૂ. 21,250/-ના મુદામાલ મળી આવેલ હતો. આ મુદામાલ સાથે આરોપીઓ અરવિંદભાઈ બચુભાઈ સોંલકી (ઉ.વ. 30), કાનાભાઈ લધુભાઈ સોંલકી (ઉ.વ. 24), સન્નીભાઈ રમેશભાઈ સોંલકી (ઉ.વ. 20) (બધા ધંધો. મજુરી, રહે. ગામ જારીયા, તા.જી. રાજકોટ) વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
લોકડાઉન વચ્ચે અગાભી પીપળીયામાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ
Views: 122





Read Time:1 Minute, 45 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ