Nari Aawaj

News Website

*ટંકારા મા હોમગાર્ડ જવાને અકસ્માતે ધાયલ ને ઉચકી એમ્બ્યુલન્સ મા બેસાડી ફરજના ભાગ માનવતા મહેકાવી*

Views: 118
0 0
Spread the love

Read Time:3 Minute, 21 Second

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા: હાલ સમગ્ર વિશ્વમાં ચેપી રોગ એવા કોરોનાવાયરસ થી સમગ્ર માનવગંભીર ચિતા માં મુકાયો છે અને સમગ્ર દેશમાં હાલ આ ચેપી રોગ કોરોના એ હાહાકાર મચાવી દીધો હોય જેના અનુસંધાને સમગ્ર વિશ્વ સહિત ભારતના પણ મોટાભાગના શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારો મા કોરોના વાઇરસ અંતર્ગત કોઈ રોગનો ભોગ ના બને તેવા હેતુસર લોક ડાઉન ચુસ્ત પણે કરવામાં આવી રહ્યું છે ત્યારે સતત પોલીસ તંત્ર એસઆરપી જી.આર.ડી. ટીઆરબી સહિત હોમ ગાર્ડ વગેરે આરોગ્ય ટીમ સહિતના લોકો પોતાના જાનને જોખમે રાખી ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યા છે ત્યારે તેઓના હૃદયમાં રહેલા માનવતા નું કાર્ય કદી કમજોર ન થાય તે રીતે ફરજકાળ માનવતા ની પણ ભૂમિકામાં તેવા કર્મચારીઓ પાછીપાની કરતા નથી એવું જ કાંઈક મોરબી જિલ્લાના ટંકારા ખાતે એક હોમગાર્ડ ફરજ નિષ્ઠ કર્મચારીએ ફરજ દરમિયાન માનવતાનું કાર્ય કરી માનવતાની મહેક આપી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે અકસ્માતે ધાયલ થયેલ યુ વાન ના કુટુંબી દોડધામ કરતા ફરજ પરના હોમગાર્ડ જવાને હોસ્પિટલમાં દોડી જઈ ખાખી ની ખુમારી દાખવી. લેડી ઈન્સ્પેક્ટર સહીતા તમામ જવાનો એ કામગીરી બિરદાવી બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા ના ઉગમણા નાકા પાસે કોરોના વાઈરસને પગલે લોકડાઉન નુ પાલન કરાવવા ફરજ પર રહેલા જયદેવભાઈ રાવળ એ અચાનક દેકારો ને દોડધામ સાથે નિકળેલા પરીવાર ને પુછપરછ કરતા ધુવનગર પાસે CNG રિક્ષા પલ્ટી ખાઈ જતાં પુત્ર ધાયલ થયા નુ જાણવા મળતા તાત્કાલિક કુટુંબી સાથે ટંકારા દવાખાને દોડી આવ્યા હતા. જયા રીક્ષા ચાલક ધર્મેન્દ્ર ભરતભાઇ મિયાત્રા ને માથા ના ભાગે અને હાથ પગ ને પિઠ પર ઈજા પહોંચી હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડવા ના હોય હોમગાર્ડ જવાને તાત્કાલિક હાથે થી ઉચકી એમ્બ્યુલન્સ ગાડી મા બાથ મા ઉચકી બેસાડી ખાખી ની ખુમારી અને માનવતા મહેકાવી હતી. આ કાર્ય ની ટંકારા મહીલા ફોજદાર એલ બી બગડા એ જવાન ને બોલાવી હોસલાજાઈ કર્યો હતો તદ્ઉપરાંત પોલીસ જવાનો. હોમગાર્ડ જીઆરડી. અને ટંકારા વાસી એ પણ આ કામગીરી ને બીરદાવી હતી. ધાયલ ધર્મેન્દ્ર ભાડે ની રીક્ષા ચલાવતો હોય લોકડાઉન થતા એક મહીના થી ફેરી બંધ હોય આજે મોરબી માલીક ને CNG પરત આપવા જતી વખતે અકસ્માત સર્જાયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love