ધ્રાંગધ્રા સબજેલમાંથી કાચા કામના 5 કેદીઓ ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ
સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર જેલમાંથી મોબાઇલ ચાર્જર સહિતની સુવિધાઓ કેદીઓને મળતી હોવા ની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે શરૂ થયેલી સબજેલમાંથી પણ અવારનવાર મોબાઇલ અને ચાર્જર સહિત પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઓચિંતુ ચેકિંગ દરમિયાન ઝડપાઇ જવાના કિસ્સાઓ પણ અગાઉ બનેલા છે અને તાજેતરમાં જ ધ્રાંગધ્રા સબજેલ માં જિલ્લા પોલીસ વડાની સુચના થી ડીવાયએસપી આર.બી.દેવધા ના માર્ગદર્શન હેઠળ એ.એસ.પી શેફાલી બરવાલ તેમજ સિટી પી.આઈ બી.એમ.દેસાઈ સહિતનાઓએ ચેકિંગ હાથ ધરી ચેકિંગ દરમિયાન ધ્રાંગધ્રાની સબજેલના બેરેક નંબર છ ના કાચા કામના કેદી પાસેથી બે મોબાઈલ ઝડપી પાડયા હતા ત્યારે ધ્રાંગધ્રા ની સબ જેલમાંથી પાંચ કેદી ફરાર થઈ જવાની ચકચારી ઘટના બનતા જેલ પ્રશાસન ની ઘોર બેદરકારી છતી થવા પામી છે
આ અંગે જાણવા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ માં સબજેલમાં અલગ અલગ ગુનાઓમાં બંધ એવા પાંચ કાચા કામ નાં કેદીઓ બેરેક નુ તાળુ તોડી ફરાર થઈ જતાં આ વાત વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાઈ જતા ધ્રાંગધ્રા વિસ્તારમાં પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. અને ચોરી તેમજ હત્યા સહિતના ગુનાઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા છે જેને પગલે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે અને સમગ્ર વિસ્તારોના સંવેદનશીલ ચેકપોસ્ટ ઉપર સ્ટાફ તૈનાત કરી વિસ્તારો માં નાકાબંધી કરી દેવાઈ છે ધ્રાંગધ્રા સબજેલ માંથી ભાગેલ કેદીઓ પૈકી ૪ કેદીઓ દેવીપુજક હત્યા કેસના આરોપી હતા અને ૧ ઘરફોડ ચોરી નો આરોપી પરપ્રાંતીય હતો જેઓ ના નામ પ્રકાશ કુશવાહ, શંતું કાંતિ, ધરમ કાંતિ,નાનજી કાંતિ, અને સવજી કાંતિ નામના આરોપીઓ નાસી છૂટ્યા હોવાનું તેમજ હત્યા અને ચોરી સહિતના ગુનાઓના આરોપી હોવાનું પ્રાથમિક વિગતો માં જાણવા મળેલ છે ત્યારે તંત્ર દ્વારા આગામી સમયમાં આ ગંભીર ઘટનાને લઈને શું પગલાં લેવાય છે હાલ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી ફરાર કેદીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે
રિપોર્ટ:સાહરૂખ સિપાઈ ધ્રાંગધ્રા ૯૧૫૭૭૭૨૮૮૮



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ