Nari Aawaj

News Website

*ઉપલેટા માં ફકીર સમાજ નો બાળ રોજેદાર* “ઉપલેટા ના અનશશા ઈનાયતશા શાહમદાર એ પવિત્ર રમઝાન માસ નિમિતે રોજુ રહીને ખુદાની બંદગી કરી”

Views: 94
0 0
Spread the love

Read Time:2 Minute, 6 Second

ઉપલેટા : તાઃ 21/5/2020 આજે વેશ્ર્વિક મહામારી કોવિડ 19 અનુસંધાને એક તરફ લોક ડાઉન 4 ચાલી રહ્યું છે ત્યારે કોરોના વાયરસ અંતર્ગત મસ્જિદોમાં પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવેલ છે ત્યારે દર વર્ષ પવિત્ર માસ રમઝાન શરીફ નિમિતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રોજા રાખીને ખુદા ની બંદગી કરવામાં આવે છે આ વખતે પણ આવા ઉનાળાના સખત તાપમાન વચ્ચે યુવાનો વૃદ્ધો મહિલાઓ અને નાના બાળકો સહિત ખુદાની ઈબાદત કરી રહ્યા છે ગત તારીખ : 25/4/2020 થી રમઝાન માસ શરૂ થઈ ગયેલ હોવાથી નાના ભૂલકાઓ પણ આવા કડકડતા તાપમા પણ આખો દિવસ ભૂખ તરસ ની પરવા કર્યા વગર કઠિન સમય માં પણ મજબૂત રહી ખુદાની બંદગી કરી રહ્યા છે નમાઝ રોજા તરાહબીહ ઘરે પડી રહ્યા છે ત્યારે ઉપલેટામાં હજરત મોજનશા પીર (.ર .અ .) ના ખાદીમ (દાદા બાપુ) રહેમાનશા બાપુના પૌત્ર તાઃ 6/1/2015 ના રોજ જન્મેલા અનશશા ઈનાયતશા શાહમદાર માત્ર પાંચ વર્ષની ઉંમરમાં પ્રથમ રોજુ રહી કોરોના વાયરસ ના કહેરથી દેશ અને દુનિયા મુક્ત રહે તેવી દુઆઓ કરી હતી આ નાના બાળકે હિન્દુ મુસ્લિમ શિખ ઈસાઈ કોમી એકતાના પ્રતીક તરીકે નાતજાતના ભેદભાવ વગર નિખાલસ હદય થી ખુદાની બંદગી કરી સર્વે ભારત દેશ વાસીઓને કોમી એકતા બની રહે તેવા સંદેશા સાથે દુઆ પ્રાર્થના સાથે પ્રથમ રોજુ પુરૂ કરી અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે અને પરિવાર સાથે ઉપલેટા ફકીર સમાજનું નામ રોશન કર્યું છે ! રીપોર્ટ:રહીમશા સોહરવદી ઉપલેટા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love