મુંબઈ થી લકઝરી બસમાં અઠ્ઠાવીસ લોકો સાથે આવેલા જેમાંથી ત્રણ વ્યક્તિના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો…. કેશોદ: કેશોદ શહેરમાં આવેલા એક પોઝીટીવ કેસ ની વહીવટી કામગીરી પૂર્ણ થઈ હતી ત્યાં બીજા ત્રણ પોઝીટીવ કેસ નોંધાતાં તંત્ર દોડતું થયું છે. મુંબઈ થી તા.૧૮ મી મે નાં રોજ લકઝરી બસ દ્વારા કેશોદ ખાતે આવેલા અઠ્ઠાવીસ વ્યક્તીઓ માં થી ભાવનાબેન નીલેશભાઈ ઉ.વ. ૪૮,ગોરલબેન નીલેશભાઈ ઉ.વ.૨૮,તેજલભાઈ નીલેશભાઈ ઉ.વ.૨૦ નાં રીપોર્ટ પોઝીટીવ આવેલાં છે ત્યારે કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ ચાર કેસ નોંધાયા છે. કેશોદ શહેરના ડીપી રોડ પર આવેલા ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં હોમ કવોરન્ટાઈન કરવામાં આવેલા ત્રણેય વ્યક્તીઓ નો રીપોર્ટ પોઝીટીવ આવતાં સત્વરે જીલ્લા પોલીસ વડા સૌરભસિહ સ્થળ પર પહોંચી ગયા હતાં અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરી બફર ઝોન જાહેર કરી બહારથી આવવા જવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. કેશોદના ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ યોગેશભાઈ સાવલીયા દ્વારા હોટ સ્પોટ વિસ્તારમાં થી આવતાં વ્યક્તીઓ ને હોમ કવોરન્ટાઈન સરકારી ફેસેલીટી માં રાખવા માંગણી કરી છે અને વધુમાં જણાવ્યું હતું કે આ ફેસેલીટી હેઠળ રાખવામાં ન આવે તો હોટ સ્પોટ વિસ્તારમાં થી પરત આવતાં વ્યક્તિઓ ને મંજુરી આપવામાં ન આવે. કેશોદ શહેરમાં ધડાધડ ચાર કેસ નોંધાયા છે ત્યારે શહેરીજનો માં ભયનો માહોલ સર્જાયો છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ