Nari Aawaj

News Website

*કેશોદ શહેરમાં વેપારીઓ દ્વારા ઓડ-ઈવન પધ્ધતિ નાં વિરોધ*. *કાપડબજાર,કટલેરી બજાર અને મોબાઈલ નાં ધંધાર્થીઓ એ બંધ પાળ્યો…*

Views: 124
0 0
Spread the love

Read Time:1 Minute, 10 Second

કેશોદ: કેશોદ શહેરમાં સરકાર દ્વારા કોવીડ-૧૯ માં લાગું કરવામાં આવેલ લોકડાઉન-૪ ની ગાઈડ લાઈન મુજબ ઓડ-ઈવન પધ્ધતિ નો કેશોદ શહેરમાં વિરોધ કરવામાં આવ્યો છે. આજરોજ કાપડબજારમાં એકી બેકી સંખ્યા મુજબ દુકાનો તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવતાં તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ કર્યો હતો. કેશોદ શહેરમાં કટલેરી નાં વેપારીઓ અને મોબાઈલ એશોશીએસન દ્વારા ધંધા રોજગાર બંધ રાખી લેખિત રજૂઆત કરી હતી. સરકાર દ્વારા સત્વરે નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કેશોદ સજ્જડ બંધ રાખવાની ચીમકી આપી છે. કેશોદ નગરપાલિકા દ્વારા ઓડ-ઈવન પધ્ધતિ હેઠળ લગાવવામાં આવેલાં સ્ટીકરો માં વ્હાલાં દવલાની નિતિ રાખી એક જ ધંધાનાં સ્થળે એકી બેકી બન્ને સ્ટીકરો લગાવી વિવાદ માં આવ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love