હળવદ(મોરબી) ડીવાયએસપી, મામલતદાર, પીએસઆઇ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હળવદમાંથી જાણે કોરોનાએ વિદાય લઇ લીધી હોય તેવા દ્રશ્યો તમામ મુખ્ય બજારોમાં જોવા મળી રહ્યા છે ત્યારે આજે ડીવાયએસપી રાધિકા ભરાઈ તેમજ તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફુટ પેટ્રોલિંગ હાથ ધરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. હળવદના સરા રોડ, બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ડીવાયએસપી રાધિકા ભારાઈ, મામલતદાર વી. કે સોલંકી, પી.એસ.આઇ પી.જી પનારા, ચીફ ઓફિસર સાગર રાડિયા સહિતના અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું સાથે સાથે ડિવાઇસ રાધિકા ભારાઈ દ્વારા શહેરીજનોને કોરોનાથી સાવચેત રહેવા અપીલ કરી મોઢા પર માસ્ક અવશ્ય પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા જણાવ્યું હતું.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ