Nari Aawaj

News Website

*મોરબીના નીચી માંડલમાં વાડીની ઓરડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો*

Views: 16
0 0
Spread the love

Read Time:1 Minute, 32 Second

મોરબીના નીચી માંડલ ગામે આવેલ વાડીની ઓરડીમાં તાલુકા પોલીસ ટીમે દરોડો કરી ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂનો એક લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી એક શખ્સને ઝડપી લીધો છે.જયારે અન્ય એકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમના ની.એસ.આઇ. આર.જે.જાડેજા તથા આર.બી.ટાપરીયા તેમજ એન.જે.નિમાવત,ડી.એચ. બાવળીયા, ચંદ્ર પઢીયાર, દિવ્યરાજસિંહ જાડેજા, અમિતભાઈ વાસંદડિયા, રમેશભાઈ મુંધવા, કીર્તિસિંહ જાડેજા, હિતેશભાઈ ચાવડા, ભરતદાન દેથા, યોગીરાજ સિંહ જાડેજા, વગેરે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નીચી માંડલ ગામ પાછળ આવેલ એલી માઈક્રોન કારખાના સામેના ભાગે આવેલ જગદીશભાઈ વનુભાઈ દેત્રોજાની વાડીની ઓરડીમાં દારૂ હોવાની બાતમી મળી હતી. જે બાતમી નાં આધારે તાલુકા ટીમે દરોડો કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૬૧ કીમત રૂ ૧,૦૮,૩૦૦/- ના મુદામાલ સાથે હરેશ નાથાભાઈ સુરેલા (ઉ.વ.૩૦) રહે. ગોકુળિયાગામ તા. હળવદ હાલ રહે નીચી માંડલ મોરબી વાળાને ઝડપી લીધો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love