શકીલ સંધી…!! વૈશ્વિક મહામારીમાં સમગ્ર વિશ્વ ધરતી પર મનુષ્યના અસ્તિત્વ માટે ચિંતિત છે. COVID-19 કોરોના વાયરસ દરમ્યાનમાં આપણાં દેશમાં જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું તેમાં થી ઘણીબધી વાતો તથ્ય સાથે સમજવામાં આવી તેમાંથી એક ભણતર કરતાં ગણતર કામ લાગી જતું હોય તેમ વ્યવહારબુદ્ધિનો વિકાસ અનુભવની એરણ પર અમલ કરવા ની હિંમત થકી જોવા મળ્યો છે. સાથે સાથે એક એ વાત પણ સામે આવી કે અણીના સમયે વિશેષ શક્તિઓ જાગ્રુત થઈ આવે છે તેનો બરાબર ઉપયોગ કરતાં શીખવું જોઈએ આ વિશેષ શક્તિ દરેક વ્યક્તિ વિશેષ માં પડીજ હોય છે અને તેને કોઈ ધર્મનાં વાડા નડતા નથી પરંતુ અહીંયા સવાલ એ પણ પેદા થાય છે કે અણીના સમયે ઉપયોગ કરવામાં ઘણીવાર કટોકરીનાં સમયમાંજ છેલ્લી ઘડીએ કદાચ બુદ્ધિ બહેર મારી જતી હોય છે અને વ્યક્તિ હતપ્રત થઈ જાય છે. આવા સમયે મન ની સજાગતા હશે તોજ કટોકટીના સમયે નિષ્ક્રિય નહી રહેવાય અને પરિસ્થિતિ ને અનુકૂળ નિર્ણય લેવાની શક્તિમાં વધારો થશે માટે માનવી સાથે વિચાર વિનિમય કરવા માટે ની વિવિધ યુક્તિઓ અને પ્રવૃત્તિઓ જે લોકડાઉન દરમ્યાન કરવામાં આવી તે સિદ્ધ કરે છે કે છેવટે આપણે જંગલમાં નહી પણ માનવ સમાજની વચ્ચે સબંધોના સમૂહમાં રહેનાર માણસો જ છીએ બસ માનવી એ માનવતાંના ક્યારામાં સબંધોના ગુલાબ ઉગાડતા શીખવાનું છે. છેલ્લે એટલુંજ કહીશ કે કાચબો કોચલાની બહાર માથું કાઢે તોજ ચાલી શકે છે આપણે પણ દિમાગ નો ઉપયોગ કરી આ મહામારીમાં વ્યક્તિ વસ્તુ જે પરિસ્થિતિ વિશે જરૂરી વિગતો એકઠી કરી એનું સંકલન કરતાં શીખવું પડશે યાદ શક્તિ કેળવી જે જ્ઞાન પ્રાપ્ત હોય તેનો ઉપયોગ કરી ભાષાની મર્યાદા અને તેની તાકાત ને પણ સમજી ઉપયોગમાં લો તમારા વ્યક્તિત્વમાં જે સબળ તત્વ હોય તે એળે ના જાય તે ખાસ જુઓ સમસ્યાઓ તો આવવાનીજ છે. સમસ્યાઓને સ્વીકારી તેને સામી છાતીએ જિલવાથીજ ઉકેલ મળી શકે તેના થી મોઢું ફેરવી લેવાનો કોઈ અર્થ નથી સમસ્યાઓ નું સર્વે કરી તેમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવાના ઉપાયો શોધતા હવે શીખવું પડશે કારણ કે ધૈર્ય અને સંયમ રાખી એકાગ્રતાથી જ્ઞાન અને માહિતી નું પૂથ્થ કરણ કરી સબંધો ના ગણિત ને સમજી સૌથી યોગ્ય નિર્ણય લઈ ઝડપથી સમસ્યાઓ નો ઉકેલ લાવવા માટે પણ હવે તૈયાર રહેવું અતિ આવશ્યક છે..!! શકીલ સંધી..!!
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ