ઈરફાનશા સોહોરવદી* હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ મા માનવ ગંભીર ચિંતક બન્યો છે ત્યારે ભારતમાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જનતા કરફ્યુ કરી લોકોના આરોગ્યનું જતન કરવા માટે સતત લોક ડાઉન કરી લોકોને કોરોનાવાયરસ ની ઝપટમાં લોકોના આવે તેવા હેતુસર આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર સહિત સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓને રાત દિવસ ફરજના ભાગ એ દોડતા કરવામાં આવ્યા હતા અને પ્રથમ તબક્કાના લોક ડાઉન કરી સ્ટેપ બાય સ્ટેપ ખુલ્લુ મુકવામાં આવ્યું અને હાલ ચોથા તબક્કાનું લોક ડાઉન માં ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છતાં પણ વંથલી વિસ્તારમાં કાળાબજારિયાઓ એ કોરોના જેવા કુદરતી આપતિ કહેરમાં પણ કરોડપતિ થવાની લાઈનમાં માનવતા મુકી દીધી હોય તેમ પાન માવા બીડી સિગરેટ તમાકુ જેવી ચીજ વસ્તુઓની સેવન કરતા લોકોને જગજાહેર રૂપ ચલાવતા હોય તેમ બમણા પૈસા લઈ કાળા બજાર કરતા હોવાનું વંથલી પંથકમાં ટોપ ટાઉન બન્યું હતું ત્યારે કાળાબજારિયાઓ સામે આક્રમક બની જિલ્લા કલેકટર સમક્ષ કેસરી સેનાના વંથલી અધ્યક્ષ ઈરફાન શા સોહરવદી એ લેખિતમાં રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જણાવેલ વિગત એવી છે કે હોલ સેલ ના વેપરીઓ રીટેઈલ વેપારીઓ ને કાળા બજારમાં આપી રહ્યા હોય જેથી મધ્યમ ગરીબ વ્યક્તિઓ આ પાન માવા બીડી સિગરેટ તમાકુ નું સેવન કરતા લોકોને હાલાકી પડી રહી છે અને આવી કુદરતી આપત્તિજનક ઘટનામાં માનવતા છોડી વેપારીઓએ ઉઘાડી લૂંટ ચલાવવાનું શરૂ કર્યું હોય તો તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવા કેસરી સેના ના વંથલી અધ્યક્ષ ઈરફાનશા સોહર વર્દી એ લાગતા વળગતા સમક્ષ રજૂઆત કરી કાલા બજાર સામે નીતિ નિયમો અનુસાર બજારમાં બજારભાવે પાન બીડી સિગરેટ માવા તમાકુ નું વેચાણ કરવા અને કરાવવા લાગણી અને માંગણી કરી છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ