દેશ ની દરેક વ્યક્તિ હિરા નાં અલંકાર પહેરે તેવી ઉચ્ચ ભાવનાઓ ની સાથે ઇન્ટરનેશનલ ડાયમંડ ડે નાં સ્થાપક અધ્યક્ષ હાર્દિક જી હુંડીયા એ જણાવ્યું કે વિશ્વમાં હિરા ઉત્પાદન માં ભારત પ્રથમ સ્થાન પર છે . વિશ્વ માં ભારત નાં હિરા ઉધ્ધોગનો વિકાસ થાય તે માટે સરકાર દ્રારા ભારત ડાયમંડ બુર્સ નાં નિર્માણ માટે બાંદ્રા ખાતે જગ્યા આપવામાં આવી. જંયા એશિયા નું સૌથી વિશાળ બીડીબી કાર્યરત છે. ઇન્ટરનેશનલ ડાયમંડ ડે નો આ વિચાર આપણાં સૌ માટે જરૂર નવો છે પરતું એક દિવસ વિશ્વ આ દિવસ ને મનાવશે આ વાત જણાવતા હાર્દિક જી હુંડીયા એ કહ્યું કે કોરોના ની મહામારી નાં આ સમયે દેશ ની જનતા દેશ નાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ની એક હાકલ પર કોરોના ની સામે લડાઈ લડી રહી છે. હાર્દિક જી હુંડીયા એ કહ્યું કે દેશ નો દરેક નાગરિક કોરોના યોધ્ધા છે. ૧૨મી ઓગસ્ટ ઈન્ટરનેશનલ ડાયમંડ ડે નાં દિવસે ૧૨ મહાનુભાવોનું સમ્માન ઓનલાઇન કરવામાં આવશે. હિરા બજાર નાં મેન ઓફ ધી મિલિનીયમ ભરત શાહ, ઇન્ડિયન બુલિયન નાં અધ્યક્ષ અને ગોલ્ડકીંગ પૃથ્વીરાજ કોઠારી, વરિષ્ઠ ધારાશાસ્ત્રી પદ્મશ્રી ઉજ્જવલ નિકમ , ડી. આર. આઈ નાં વરિષ્ઠ અધિકારી સમીર વાનખેડે , ધ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલ નાં પૂર્વ અધ્યક્ષ કૌશિક મહેતા , ભારત ડાયમંડ બુર્સ નાં નિર્માણ માં જેમની ભૂમિકા યશસ્વી રહી છે તે કમલેશ ઝવેરી , હિરાનાં ક્રાઈમ કેસ માં સાચી સલાહ આપવા વાળા વરિષ્ઠ ધારાશાસ્ત્રી રિઝવાન મરચન્ટ , ચાઈના માં કેટલાક હિરા વેપારીઓ ની સાથે ત્યાં ની સરકાર સાથે કોઈ એવી ઘટના ઘટિત થઈ ગઇ હતી જેને કારણે ભારતીય હિરા ઉધ્ધોગમાં ચિંતા ની લહેર છવાઈ ગઇ હતી. એવે સમયે સાસંદ મુકેશ ગઢવી એ ત્યાં ફસાયેલા ભારતીય હિરા વેપારીઓ માટે શુધ્ધ જૈન ભોજન પાણી ની વ્યવસ્થા કરી આપી અને પરિવાર ને મળી શકે તેવી વ્યવસ્થા તેઓ એ કરી આપી . તે વખત નાં પ્રધાનમંત્રી મનમોહન સિંહ જી સાથે અમુક હિરા નાં વેપારીઓ ની મુલાકાત કરાવી ને હિરા બજાર નાં હિત માં ઉલ્લેખનીય કાર્ય કરનાર મુકેશ ગઢવી , તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘારાવાહિક નાં એપિસોડ માં હિરા નું મહત્વ ગણાવતા નિર્માતા આશિત મોદી સહિત , ભારતીય હિરાઉધ્ધોગ ની પ્રતિષ્ઠિત કંપની બી. અરુણ કુમાર એન્ડ કંપની નાં સ્થાપક સ્વર્ગીય અરુણ ભાઈ મહેતા , ભારતીય હિરા ઉધ્ધોગના પિતામહ અને ઔલ ઇન્ડિયા વિશ્વ હિન્દુ પરિષદ નાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આનંદશંકર પંડ્યા , બ્લુસ્ટાર ડાયમંડ નાં આશિત મહેતા જેઓએ ઓનલાઇન હિરા ની ખરીદી માટે એક મજબૂત પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જે ભારતીય હિરા ઉધ્ધોગ માટે પ્રગતિ ની નવી દિશા બની છે. આ પ્રમાણે ૧૨ મહાનુભાવો નું કોહિનૂર ઓફ ડાયમંડ સમ્માન થી સમ્માનિત કરવામાં આવશે. ઈન્ટનેશનલ ડાયમંડ ડે નાં સ્થાપક હાર્દિક હુંડીયા નું કહેવું છે કે દેશ માં હિરા ની માંગ વધશે તો તેને પગલે લાખો લોકો ને રોજી રોટી આપનાર ભારતીય હિરા ઉધ્ધોગમાં વધુ લોકો ને રોજગાર મળશે. જે એક યશસ્વી પગલું હશે. વિશ્વ નાં હિરા બજારમાં માં આજે પણ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હિરા ભારતીય લોકો પહેરે છે . જે દેશ માટે ગૌરવ ની વાત છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ