મોરબી: મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન થી અને કડક સૂચનાઓ અનુસાર દારૂ-જુગારના દૂષણોને નાબૂદ કરવા માટે મોરબી શહેર જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં સૂચનાઓ આપેલ હોય તે અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસની હદમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે કારમાં અંગ્રેજી દારૂ સાથે બે શખ્સોને તાલુકા પોલીસ એ ઝડપી પાડવાનું જાણવા મળ્યું છે જે અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત એવી છે કે આજરોજ તારીખ 19 8 2020 ના રોજ તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.પી. જાડેજા અને સર્વેલન્સ ટીમના માણસો પોહી- જુગાર ડ્રાઈવ માં પેટ્રોલિંગમાં હોય તે સમય દરમિયાન ખાનગી બાતમી હકીકતના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે થી (૧) ચેતનભાઇ નાથાભાઈ ચિત્રોડા જાતે પ્રજાપતિ કુંભાર ઉંમર વર્ષ 18 ધંધો ડ્રાઇવિંગ રહ્યા હાલ રાજનગર નાના મોવા મેઈન રોડ રાજકોટ મૂળ રહે સોમનાથ.જુના મંદિરની બાજુમાં જિલ્લો ગીર સોમનાથ(૨) કનકભાઈ રણજીતભાઈ બુધેલ જાતે ધોબી ઉંમર વર્ષ 44 ધંધો ઘોબી કામ રહે રાજકોટ ગાંધીગ્રામ શેરી નંબર 4 એસ કે ચોક વાળાને ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના હવાલા વાળી રેનોલ્ટ કાર નંબર જી.જે.03 એચ.આર.-૨૭૫૨ કિંમત રૂપિયા ૩.૦૦.૦૦૦ વાડીમાં ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની મેકડોવોલ્સ નંબર-૧.રીઝૅવ વિસ્કી બે લીટર ની બોટલ નંગ૪૨ કિ.રૂ.૪૨૦૦૦/- મળી કુલ૩.૪૨૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા તેમજ સદરહુ ઇંગલિશ દારૂનો જથ્થો આરોપી (૩) જયદીપ કિશોર ચંદ્ર રાઠોડ રહે રાજકોટ ગાંધીગ્રામ વેચાણ કરવાના ઈરાદે મંગાવેલ હોય આ ત્રણેય ઇસમો વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંપોહી. અંગે ગાંધી અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ