Nari Aawaj

News Website

*ગુજરાતમાં સર્વે રોગ નિષ્ણાતોની ઝડપી નિમણૂક કરી પ્રજાહિત કાર્ય કરવું જોઈએ* “

Views: 100
0 0
Spread the love

Read Time:4 Minute, 29 Second

કોરોના વાયરસ બાદ પણ ગુજરાતની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ખાલી જગ્યા ખાલી!!” સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે સરકાર અને સરકારી અધિકારી ઓ ની ભાગદોડ વધી ગઈ છે અને પ્રજાના પ્રતિનિધિઓ પણ પ્રજા ચિંતક બન્યા હોય તો આ કોરોનાવાયરસ કોરોના જેવા વાયરસથી નોંધ લઇ ડોક્ટરોની જગ્યાઓ સરકારી હોસ્પિટલમાં જે ખાલી છે તે તત્કાળ ભરવી જોઈએ ગુજરાતમાં મોટા ભાગની સરકારી હોસ્પિટલમાં વર્ષોથી સર્વે રોગ નિષ્ણાંતોની જગ્યા ખાલી ખાલી જ રહી છે તેથી મધ્યમ ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓને અને તેના સગા સંબંધી પરિવાર જનોને તેની સારવાર અર્થે હાલાકી ભોગવવી પડે છે ત્યારે પ્રજા હિત કાર્યમાં પ્રજાના પ્રતિનિધિઓ નિષ્ફળ નિવડ્યાં હોય તેમ ગુજરાતમાં મોટા ભાગની સરકારી હોસ્પિટલોમાં મોટી ખાટલે ખોટ રહી છે ગુજરાતમાં આશરે ૩૩ જેટલા જિલ્લાઓ નો સમાવેશ થયો છે જેમાં મોટાભાગના જિલ્લાઓમાં જિલ્લાકક્ષાની સુવિધાઓથી મતદાર પ્રજાજનો વંચિત રહ્યા છે જેમાં ખાસ કરીને મેડિકલ સારવાર મેળવવા અર્થે લાખો કરોડોના ખર્ચે સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં મસ્ત મોટી ઇમારતો બિલ્ડિંગો બનાવવામાં આવે છે પરંતુ તે પ્રકારના સાધનસામગ્રી અને સર્વે રોગ નિષ્ણાંત ની જગ્યા ખાલી જ રહે છે જેના પરિણામે કોરોના જેવા વાયરસથી આપણા ગુજરાતના લોકો પણ રોગનો ભોગ બન્યા છે ત્યારે નોંધ લઇ સરકારે તમામ સરકારી હોસ્પિટલમાં પ્રજાહિત કાર્ય કરવા અર્થે ઝડપથી અને સરળતાથી ગુજરાતના સર્વે સરકારી હોસ્પિટલમાં તત્કાલ સંપૂર્ણ સ્ટાફ સર્વે રોગ નો નિષ્ણાતોનો નિમણૂક કરવા જોઈએ અને તે હોસ્પિટલમાં તમામ સાધનસામગ્રી ઝડપથી અને સરળતાથી ફાળવવી જોઇએ તેના માટે દરેક શહેર જિલ્લાના પ્રજાના પ્રતિનિધિઓ ધારાસભ્ય સંસદ સભ્ય અને નગરસેવકો ગામ પંચાયતના સરપંચ ઓ વગેરે પ્રજાહિત કાર્ય અર્થે સરકારને સહયોગ આપી પ્રજાહિત કાર્ય કરવું જોઈએ દરેક શહેર જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં ઝડપી અને સરળતાથી સારવાર લોકોને મળી રહે તેવા પ્રયાસો કરવા જોઈએ હાલ ગુજરાતના શહેર-જિલ્લામાં ધારાસભ્ય કે સંસદ સભ્ય પ્રજાહિત સરકાર સમક્ષ સરકારી હોસ્પિટલ અર્થે લાગણી અને માંગણી વ્યકત કરી હોય તેવું દેખાતું નથી એથી મતદાર પ્રજાજનો મા પ્રજાના પ્રતિનિધિઓની ઈમેજ નબડી દ્રષ્ટિએ નજરે પડે છે તે પ્રજાના પ્રતિષ્ઠિત પ્રમાણિક પ્રજાહિત કાર્ય કરનાર પ્રજાના પ્રતિનિધિઓ માટે ઘણી દુખદ ઘટના છે તે ભૂલવું ના જોઈએ હાલ ગુજરાતમાં નવા જિલ્લામાં 7 અને 22 તાલુકા બન્યા છે તે વિસ્તારમાં પણ તે જિલ્લાઓ જેવી સુવિધાઓથી વંચિત રહ્યા હોય તેમ મોરબી દેવભૂમિ દ્વારકા બોટાદ સહિતના જિલ્લાઓમાં મેડિકલ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં હાલાકી પડી રહી છે જેનું મુખ્ય કારણ એ છે અપૂરતો સર્વે રોગ નિષ્ણાંત નો ભાવ ડોક્ટરોની ખાલી જગ્યા ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં ભરવામાં આવે તો ગુજરાતની મતદાર પ્રજાને મેડિકલ સારવાર અર્થે હાલાકી હળવી થઈ શકે તેમ છે જેની હાલ કોરોનાવાયરસ અંતર્ગત સરકારે ધ્યાને રાખી ગુજરાતમાં સર્વે રોગના નિષ્ણાતોની ઝડપી નિમણૂક કરી પ્રજાહિત કાર્ય કરવું જોઈએ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love