મોરબી: મોરબી જિલ્લો જ્યારથી જાહેર થયો છે ત્યારથી આજ દિવસ સુધી અનેક પ્રકારની વિવિધ સમસ્યાઓ અંગે જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ અરજદારો દ્વારા અરજીઓ કરવામાં આવી રહી છે ત્યારે માળિયા-મિયાણાના દેરાળા ગામ માં રેતી ચોરી થતી હોવાની જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવેલ વિગત એવી છે કે દેરાળા ગામ પાસે મેઘપર અને નારણકા થી પસાર થતી મચ્છુ નદીમાં રેતી ચોરી થતી હોવાની ગ્રામ પંચાયત દ્વારા ફરિયાદ કરવામાં આવી છે જેમાં ગત તારીખ 18 8 2020 ના રોજ મોડી રાત્રે એટલે કે અગિયાર વાગ્યાની આસપાસ અવર લોડ રેતી ભરીને દેરાળા થી નવા દેરાળા વચ્ચે સમક્ષ ગામજનોએ લોકલ હોવાનું લેખિતમાં જણાવ્યું છે જે અંગે જિલ્લા કલેકટરને ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં રજૂઆત કરવાનું જાણવા મળ્યું છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ