Nari Aawaj

News Website

*ભાજપના ગુજરાત પ્રમુખ સત્તાના મોહ માં સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાનું ભૂલ્યા!!*

Views: 90
0 0
Spread the love

Read Time:3 Minute, 0 Second

જાહેરનામાનો ભંગ કરવામાં શાસક પક્ષ સામે સરકારી બાબુઓ મૌન!!? સતા પાસે શાણપણ કોનું ચાલે? સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોનાવાયરસ અંતર્ગત દેશના વડાપ્રધાન સહિત દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ ગંભીર ચિંતામાં મુકાયા છે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રજાલક્ષી કાર્યો અને પ્રજા હિત કાર્યોમાં ઓનલાઈન કાર્યભાર શરૂ રાખેલ છે ત્યારે તાજેતરમાં જ ભાજપમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂંક થયેલા ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાતે હોય ત્યારે ગીર પંથકમાં ભગવાનના દર્શન કર્યા બાદ રોડ શોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જાહેરનામાનો ભંગ કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે સરકારી અધિકારીઓ પણ તેના સામે જાહેરનામા ભંગનો ગુનો કરતાં અટકાવવામાં નિષ્ફળ નીવડયા હોય ત્યારે એ વસ્તુ સ્પષ્ટ દેખાય છે કે સતા પાસે શાણપણ કોનું ચાલે ? એક તરફ કોરોનાવાયરસ અંતર્ગત સમગ્ર ગુજરાતના લોકો ગંભીર ચિંતાઓ જન્મી છે તો બીજી તરફ ધંધા-રોજગારમાં મંદીનો માહોલ છવાઇ ગયો છે ત્યારે ગુજરાતના નવનિયુકત ગુજરાત પ્રદેશ પ્રમુખ પાટીલે રોડ શો મા ભપકાદાર કાર્ય કરી મતદાર પ્રજા માં ભાજપ નું સ્થાન પ્રજાહિત ના બદલે સત્તાધારી-શાસન પક્ષનું રાજપાટ માં રચ્યાપચ્યા નું ચિતાર ગીર પંથક માં રોડ-શો પ્રદર્શનમાં જોવા મળ્યાનું ચર્ચાના ચકડોળે ચડયું છે સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ થતો હોવાનું રોડ શોમાં જગજાહેર જોવા મળી રહ્યું છે જે તસવીરમાં નજરે પડે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન ગુજરાતનું સ્થાન આવા પ્રજાહિત કાર્યથી નિષ્ફળ રહેલા ને ગુજરાતનું પ્રમુખ પદ સોંપીને ભારતીય જનતા પાર્ટીની છબીને દાદાર તો નથી કરી રહ્યા ને !? તે પણ એક બુદ્ધિજીવીઓમાં ચર્ચા તો મહત્વનો મુદ્દો ઉઠવા પામ્યો છે હાલ કોરોનાવાયરસ અંતર્ગત શાસક પક્ષ ભાજપના ગુજરાત પ્રમુખ ગુજરાતની પ્રજાને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા સૂચન ના બદલે જાહેરનામાનો ભંગ કરી રહ્યાનું તસવીરો વર્તમાન પત્રોમાં ચમકી ઉઠી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love