હાલમાં કોરોનાવાયરસ અંતર્ગત લોકોના ધંધા રોજગાર મંદી મા મુસીબત મહેસૂસ કરી રહ્યા છે ત્યારે બુટલેગરો પણ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ દૂષણ ધમધમતું કરી રહ્યા છે એવું જ કાંઈક રાજકોટ જિલ્લા ના ઉદ્યોગથી ધમધમતા સાપર વેરાવળ ખાતે મોટા જથ્થા નો દારૂ અંગ્રેજી ઝડપી પાડયો છે ત્યારે હાલ કોરોના ની ભારે મહામારી વચ્ચે બુટલેગરો ફરી સક્રિય બન્યા છે. ત્યારે આ બુટલેગરો દ્વારા પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ દારૂની હેરફેર કરવા માટે નવી ટેકનીક અપનાવવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના મુજબ જિલ્લામાં દારૂ-જુગારના કિસ્સાઓ નાબૂદ કરવા માટે પોલીસ કડક બની છે ત્યારે મળેલ સૂચના અન્વયે મળેલી બાતમીને આધારે I/C પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ રાણા અને RR સેલ ACB સ્ટેફ પેટ્રોલિંગ દરમિયાન શાપર વેરાવળ પાસેથી HR-45-C 8439 નંબરનો ટ્રક શંકાસ્પદ જણાતા તેની અટકાયત કરી ટ્રકના ક્લીનરને ઝડપી પાડીને તલાસી લેતા લોખંડના બેરલમાં ઓઇલ ભર્યું હોવાનું રટણ કરતો હોવાથી પોલીસે ઓઇલ ભરેલ લોખંડના બેરલને ચેક કરતા બેરલના નેચના ભાગે ચોરસ ખાનું બનાવી તેમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ રાજકોટ LCBએ વિદેશી દારૂ ભરેલી ટ્રક તેમજ ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી ટ્રક ,લોખંડના 37 બેરલ, 3012 વિદેશી દારૂ નંગ એક મોબાઈલ કુલ મળી 26,97,320નો મુદ્દા માલ પર કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ