Nari Aawaj

News Website

*હળવદના માનસર ગામેથી રેણાક મકાનમાં દરોડો પાડી અંગ્રેજી દારૂ ઝડપી પાડતી એલ.સી.બી.*

Views: 92
0 0
Spread the love

Read Time:2 Minute, 39 Second

“ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ!!” મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની કડક સૂચના અનુસાર દારૂ-જુગારના દૂષણને નાબૂદ કરવા માટે મોરબી શહેર જિલ્લાની પોલીસ સતત બાજનજર કરી રહી છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય તેમ છાશવારે ગુજરાતના મોટાભાગના શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં અંગ્રેજી અને દેશી દારૂના દરોડા પોલીસ તંત્ર દ્વારા પાડી દારૂનું દુષણ નાબુદ કરવાના પ્રયાસો કરી રહ્યું છે તેવા સમયે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામ ખાતે મોરબી એલસીબીને ચોક્કસ ખાનગી બાતમી મળતા રહેણાંક મકાનમાં દરોડો પાડી અંગ્રેજી દારૂની બોટલો નંગ 96 જેની કિંમત રૂપિયા 36000 નો મુદ્દામાલ મોરબી એલસીબીની ટીમે ઝડપી પાડેલ છે જે અંગે ની પોલીસસુત્રો માંથી જાણવા મળતી વિગત એવી છે કે હળવદ તાલુકાના માનસર ગામે ભરત ઉર્ફે ફાકો લાભુભાઈ રાઠોડ પોતાના રહેણાક મકાને ગેર કાયદેસર રીતે અંગ્રેજી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. જે હકીકત આધારે હળવદ તાલુકાના માનસર ગામે હકીકત વાળા મકાનમાં રેઇડ કરતાં અનાજ ભરવાની પેટી માંથી ભારતીય બાનવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલો નંગ-૯૬ કિંમત રૂ.૩૬,૦૦૦/- ની પકડી પાડેલ અને આરોપી ભરત ઉર્ફે ફાકો લાભુભાઈ રાઠોડ રહે. માનસર તા.હળવદ જી.મોરબી વાળો હાજર નહીં મળી આવતા મજકૂર આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવેલ છે ત્યારે હાલ એવું લાગે છે કે હાલમાં ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય તેમ ગુજરાતના મોટાભાગના શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં અંગ્રેજી તથા દેશી દારૂ ઝડપાતા પોલીસ ચોપડે બુટલેગર ચડ્યા છે વિકાસ લક્ષી સરકારમાં દારૂબંધી ગુજરાતમાં ખરા અર્થ એ થાય તે પણ એક વિકાસ છે એ ભૂલવું ન જોઈએ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love