મોરબીમાં જિલ્લા સેવા સદન કચેરી હોય કે તાલુકા સેવા સદન કચેરી રાજ્ય સરકારની કચેરી હોય કે કેન્દ્ર સરકારની કચેરીઓ પ્રજા માટે તો પીડા હોય જ છે પરંતુ સરકારી કચેરીના કર્મચારીઓ માટે પણ પીડાદાયક ગંદકી કચેરીઓમાં જોવા મળી રહી છે તેનાથી એ વસ્તુ સ્પષ્ટ દેખાય છે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવતા આપણા નેતાઓ અને સરકારી કર્મચારીઓ સ્વચ્છ ભારત અભિયાનનું બેનર મોટાભાગે દેખાતા હોય છે ત્યારે વાસ્તવિકતા મોરબીની સેવાસદનની કચેરી ની ગંદકી તેની ચાડી ખાય છે જો જિલ્લા કક્ષાના અધિકારીઓ જ્યાં બેસતા હોય તે જ કચેરીમાં ગંદકી રહેતી હોય અને પ્રજાને સુવિધાના નામે મીંડુ હોય તો મોરબી નગરપાલિકા ને શું ? દોષ દેવો ? જિલ્લા કલેકટર એટલે મોરબીના રાજા જો રાજાના દરબારમાં ગંદકીનું ગંજ જોવા મળે તેનાથી સામાન્ય વ્યક્તિ મહેસૂસ કરી શકે છે કે જેવા રાજા એવી પ્રજા!! બાકી પબ્લિક હૈ સબ જાનતી હૈ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ