Nari Aawaj

News Website

*જામનગરમાં વિકાસ માત્ર લાઈનમાં ઊભા રહેવાનો? વાસ્તવિકતા સમસાન ની સુવિધાનો પણ અભાવ!!!*

Views: 96
0 0
Spread the love

Read Time:1 Minute, 53 Second

જામનગર: હાલમાં વિકાસલક્ષી સરકાર ગુજરાતમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની હોય છતાં વિકાસ વિકાસ કરી સત્તા પ્રાપ્ત કરનાર નેતાઓએ આજની તારીખે પ્રજાની લાઈનમાં ઉભા રાખી વિકાસ કે નો? અને કેવો ? એતો જામનગર ની મતદાર પ્રજાને હવે સમગ્ર સમસ્યાઓ થી મહેસૂસ કરી રહ્યા છે. ત્યારે જામનગર શહેરની 7 લાખની વસ્તી સામે માત્ર બે સ્મશાનો કાર્યરત છે, અને તેમાય હાલની કોરોના મહામારીને કારણે સ્મશાનો પર ભારણ વધતા રોજ સવાર પડે ને મૃતદેહોની લાઈન અંતિમસંસ્કાર માટે લાગે છે, આવા સંજોગોમાં શહેરમાં બે થી વધુ સ્મશાન અને અલગ અલગ વિસ્તારવાઈઝ હોવા જરૂરી છે, જો કે જાણવા મળતી વિગતો મુજબ ત્રીજું સ્મશાન લાલપુર બાયપાસ નજીક મંજુર થઇ ચુક્યા છતાં શરુ ના થતું હોય જામનગર મનપાના વિપક્ષ સભ્ય જામનગરમાં ત્રીજા સ્મશાનની માંગણી સામે આંદોલન ચલાવી રહ્યા છે, અને આજે કોંગ્રેસના કોર્પોરેટર દેવશી આહિરે વધુ એક આંદોલનનો પ્રારંભ કર્યો છે, તેઓ આજથી સાત દિવસ નગર યાત્રાએ નીકળ્યા છે,પોતાની આ યાત્રા દરમિયાન દેવશી આહીર લોકોને પત્રિકાઓ આપી અને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે,આજે સવારે લાલબંગલા સર્કલ ખાતેથી તેમણે નગરયાત્રાની શરૃઆત કરી હતી. ભાજપના રાજમાં મૃત્યુ બાદ પણ જનતા લાઈનમાં લખેલ બેનર તેમણે ગળામાં ધારણ કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love