Nari Aawaj

News Website

*મોરબી રફાળેશ્વર નો માર્ગ મજબૂત કરવા: કિશોર ચિખલિયા એ લાગણી વ્યકત કરી*

Views: 124
0 0
Spread the love

Read Time:1 Minute, 45 Second

મોરબી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગો પર મરામત માંગી રહ્યા છે ત્યારે વિકાસ… વિકાસ… કરનાર વિકાસલક્ષી સરકાર સમક્ષ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કે મહાદેવના મંદિર તરફ જતો માર્ગ એવો મોરબી રફાળેશ્વર નો માર્ગ ઘણા લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે જેથી તે વિસ્તાર તરફ ૭૦ જેટલા આશરે કારખાના ફેકટરીઓ આવેલ હોય જેથી ટ્રક ટેન્કર વાહનોની અવર જવર હોય અને નટરાજ ફાટક થી રફાળેશ્વરનો માર્ગ આશરે ૮ થી ૧૦ કિલોમીટરના અંતરમાં કલાકો વાહન પસાર થતાં કરી રહી છે જે આજના આધુનિક યુગમાં સમય મતદાર પ્રજા નો વેડફાઈ અને વિકાસ રૂંધાય છે ત્યારે ઉદ્યોગ નગરી મોરબીમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારની જોડતા માર્ગો મજબૂત કરવા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા એ લાગણી સાથે માગણી વ્યક્ત કરી છે જેમાં દેવોના દેવ મહાદેવ ના ભક્તો રફાળેશ્વર મંદિરે દર્શન અર્થે જતા હોય અને કારખાના ફેકટરી આવેલ હોય એ વિસ્તારમાં નટરાજ ફાટક થી રફાળેશ્વર નો માર્ગ તત્કાલ મરામત કરવામાં આવે અને ખરા અર્થમાં વિકાસ થાય તેવી મતદાર પ્રજા ના હિત અર્થે કિશોરભાઈ ચીખલિયા લાગણી સાથે માગણી વ્યક્ત કરી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love