Nari Aawaj

News Website

“કાયદો વ્યવસ્થાની અમલવારી નવા કાયદાઓ લાવવા દલીત-મુસ્લીમ એકતા સમિતી મોરબી દ્વારા કલેકટરને રજૂઆત”

Views: 100
0 0
Spread the love

Read Time:3 Minute, 0 Second

મોરબી: કાયદો વ્યવસ્થાની અમલવારી, નવા કાયદાઓ લાવવા, ગુંડાધારો કાયદો કોને પબ્લિકને,પોલીસને કે પોલિટિક્સ ને ?? : દલીત-મુસ્લીમ એકતા સમિતી દલીત-મુસ્લીમ એકતા સમિતી દ્વારા કલેકટરને રજૂઆત કરતાં જણાવ્યુ છે કે, આપણા રાજ્યમાં કાયદો – વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે, રાજ્યમાં દારૂ, જુગાર, આપઘાત, બળાત્કાર, ગેરકાયદેસર હથીયારો વગેરે ગુનાહિત પ્રવૃત્તિઓ ફૂલી ફાલી છે. તેનાથી ઇનકાર કરી ન શકાય. પ્રતિબંધિત હથિયાર ના કેસો પણ વધી રહ્યા છે. થોડા સમય પહેલા મોરબીના “હળવદ” શહેરના “શ્વાન”(કૂતરા) પર ફાયરિંગનો બનાવ બનેલો, સત્યને ઉજાગર કરનાર પત્રકાર, વકીલ, સમાજના આગેવાનોને પોતાની જિંદગી ગુમાવવી પડે છે. તાજેતરમાં કચ્છના રાપર ગામમાં વકીલની હત્યા થયેલી એ એક તાજુ ઉદાહરણ છે. રાજકારણીઓ અને પોલીસની સાઠ-ગાંઠ હોવાથી મોટા ગંભીર ગુનાઓના આરોપીઓ ખુલ્લે આમ કરી રહ્યા છે? રાજ્યના ખેડતોને કીંમતી જમીન પર માફિયાઓ કબજો કરીને જમીન હડપ કરી રહ્યા છે. ખેડૂતોના આપઘાતના બનાવો છાશવારે બની રહ્યા છે? રાજ્યમાં દiરૂબંધી હોવા છતાં ગાંધીના ગુજરાત માં દારૂ સરળતાથી મળી રહ્યો છે, કોણ જવાબદાર? રાજધર્મ ભૂલીને સતા સ્થાને બેસેલા લોકોના કારણે નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, બળાત્કાર, હત્યા જેવા ગંભીર બનાવો પ્રત્યે ઉદાસીન વલણ કોરોના અંતર્ગત જાહેરનામાંના નિયમો હેઠળ નાના લોકો (લારી, ગલ્લા, મજુર,રીક્ષા ચાલકો)ને તગડા દંડ વસૂલ કરીને પારાવાર હેરાન કરવામાં આવે છે, અને મધ્યમ વર્ગના લોકો આપઘાત કરવા મજબૂર બને છે, જ્યારે રાજકીય નેતઓના મેળાવડા વખતે તમામ નિયમો નેવે મૂકવામાં આવે છે. સમાજ સુધારક પોલીસ ની ભૂમિકા નાત જાત પ્રત્યે ભેદભાવ યુક્ત હોય તો લોકોને ન્યાય કેવી રીતે મળી શકે ? પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવા જતાં લોકો સાથે ઉદ્ધતાઈ ભરેલું વર્તન કરવામાં આવે છે. માનવ સમાજ સંગઠીત રહે એ માટે પોલીસે “સત્ય મેવ જયતે”નું પૂર્ણ પાલન કરવું જોઇએ. ઉપરોક્ત બાબતોની પરવા કરવાના બદલે રાજકીય દ્રષ્ટિકોણ ને વધુ અનુકૂળતા મળે તેવા આક્ષય સાથે નવો “ગુંડાધારો” લાવવો કેટલે અંશે ?

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love