કલેકટરશ્રી આનંદ પટેલ અનાથ બાળકોના જીવનમાં ઉજાસ પાથરવા પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ (માહિતી બ્યુરો, પાલનપુર) અનાથ બાળકોના જીવનમાં ઉજાસ પાથરવાના આશયથી બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે એક બેઠક યોજાઇ હતી. અનાથ બાળકોના ઉત્થાન માટે રાજય સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજના અમલમાં છે. આ યોજનાની ઝુંબેશ ચલાવી જે બાળકોના માતા-પિતા હયાત નથી અથવા બાળકના પિતાના અવસાન બાદ માતાએ પુનઃ લગ્ન કરી લીધા હોય તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ તેમના પાલક માતા-પિતાને આપવામાં આવે છે. આવા અનાથ બાળકની સાર-સંભાળ રાખાનાર પાલક માતા-પિતાને બાળકના અભ્યાસ માટે રૂ. ૩૦૦૦/- માસિક આર્થિક સહાય આપવામાં આવે છે. બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, વિધવા બહેનો અને અનાથ બાળકોને તેમના લાભો સરળતાથી મળે અને તેમનું જીવન સુખમય રીતે વિતે તે માટે જિલ્લા વહીવટીતંત્રએ ઝુંબેશ હાથ ધરી છે. વિધવા બહેનોને સહાય આપવાનું કામ તલાટી મંડળના મિત્રોએ ખુબ સારી રીતે ઉપાડી લીધું છે તેવી જ રીતે શિક્ષણ અને સમાજ સુરક્ષા વિભાગ સાથે મળી અનાથ બાળકો માટે કામ કરી તેમના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ કરે તેવી તેમણે ભાવભરી અપીલ કરી હતી. આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતામાં ૦ થી ૧૮ વર્ષની વય જુથના બાળકોનો સમાવેશ થાય છે. બાળક શાળાએ અભ્યાસ કરતો હોવો જોઇએ અને બાળકના માતા-પિતા બંને હયાત ન હોય અથવા બાળકના પિતાના અવસાન બાદ માતાએ પુનઃલગ્ન કરી લીધા હોય તેવા કિસ્સામાં યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત બાળકોને માસિક રૂ. ૩,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત પાલક માતા-પિતા બનવા તૈયાર દંપતિની વાર્ષિક આવક ગ્રામિણ કક્ષાએ રૂ.૨૭,૦૦૦/- નો અને શહેરી કક્ષાએ રૂ.૩૬,૦૦૦/-થી વધુનો આવકનો દાખલો તાલુકા વિકાસ અધિકારીશ્રી અથવા મામલતદારશ્રીનો હોવો જરૂરી છે. બાળકને મળતી સહાય તેનાં પાલક માતા-પિતાએ બાળકના વિકાસ માટે ખર્ચવાની રહેશે. જો બાળક ભણવાનું છોડી દેશે તો તેવા કિસ્સામાં સહાય બંધ કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.વી.વાળા, ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના ચેરમેનશ્રી સુભાષભાઇ સોનેરી, સભ્યશ્રી પીનાકીનભાઇ ઓઝા, શૈક્ષિક સંઘના પ્રમુખશ્રી ભુરાજી રાજપૂત, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિશ્રી ગજેન્દ્રસિંહ રાજપૂત, સમાજ સુરક્ષા અધિકારીશ્રી મનીષ જોષી, નાયબ જિ. પ્રા. શિક્ષણાધિકારીશ્રી મુકેશભાઇ ચાવડા, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી યશવંતીબેન ચાવડા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ