Nari Aawaj

News Website

*ગોધરા પોલીસ મથક માં ગુનાહિત ઇતિહાસ ધરાવતો મોટર સાયકલ ચોર ને વાંકાનેર સીટી પોલીસ ના ડી સ્ટાફ ઝડપી લીધો*

Views: 92
0 0
Spread the love

Read Time:4 Minute, 28 Second

“વાંકાનેર સીટી પોલીસની હદમાં કાયદા તોડ ની ખેર નહીં: પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી. સોનારા” મોરબી જિલ્લા પોલીસ વડા અને વાંકાનેર સીટી પોલીસ મથકના પી.આઇ ની સૂચના અનુસાર કાયદા તોડ વાહનચાલકોને કાયદાનું પાઠ ભણાવું અને ટ્રાફીકને અડચણરૂપ વાહન ચેકિંગ કરવા વિગેરે કામગીરી અંતર્ગત કડક સૂચનાઓ ને ધ્યાને રાખી જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓનું સુચન અને માર્ગદર્શન મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકના પી.આઇ બી.પી.સોનારા ના માર્ગદર્શન થી ડી સ્ટાફના જમાદાર કિરીટ સિંહ ઝાલા અને તેની ટીમ ટ્રાફિક અને મિલકત સબંધી ગુનાહો અટકાવવા સબબ વાંકાનેર સીટી પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હોય તે સમય દરમિયાન મોરબી-વાંકાનેર હાઇવે પરના વઘાસીયા ટોલનાકા પાસે ડી સ્ટાફ ના જમાદાર ક્રિરીટ સિંહ ઝાલા ને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પસાર થતા બાઇકચાલકને અટકાવી પૂછપરછ કરતા ગોધરા પોલીસ મથકમાં ગુનાઇત ઇતિહાસ ધરાવતોશખ્સ ચોરીના મોટરસાયકલ સાથે પસાર થયેલ હોય જેને ઝડપી લીધો છે જે અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત એવી છે કે વાંકાનેર બસ સ્ટેશન પાસેથી ચારેક દિવસ અગાઉ ડુપ્લીકેટ ચાવીથી મોટરસાયકલ ઉઠાવી ગયો હોય તે શખ્સ જુવાનસિંહ બીજલ ભાઈ પટેલ જાતે કોઈ ઉંમર વર્ષ 24 ધંધો મજુરી હાલ રહેવાનું સ્થળ રખડતા રામ ભટકતી આત્મા મૂળ સાપા કુંડલા સ્વામિનારાયણ મંદિર પાસે તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ વાળા નહીં મોટરસાયકલ સાથે વાંકાનેર સીટી પોલીસ ની ડી સ્ટાફ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે જે ગોધરા પોલીસ મથકમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી વાંકાનેર મોટર સાઇકલ ચોરીનો ગુનો દાખલ ગોધરા પોલીસને જાણ કરી કાયદાકીય તપાસો હાથ ધરી છે આ કામગીરી ડી સ્ટાફના જમાદાર કિરીટ સિંહ ઝાલા અને ટીમ સતત પેટ્રોલિંગ કરી ગુનાહિત પ્રવૃત્તિઓ ને ઘટાડવાના પ્રયાસો હાથ ધરેલ હોય જે સમય દરમિયાન પેટ્રોલિંગમાં મોટરસાયકલ પોર અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા જુવાનસિંહ બીજલ ભાઈ પટેલ જાતે કોળી ને પકડી પાડેલ છે અને નોંધનીય છે વાંકાનેર શહેર પોલીસની હદમાં સતત પોલીસ પેટ્રોલિંગ રાત દિવસ હાથ ધરવામાં આવ્યું હોય જેથી શહેર પોલીસ મથકની હદમાં ગુનાહિત પ્રવૃત્તિઓને હળવી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે હાલ ગુનેગારોમાં પી.આઈ બી.પી. સોનારા ગુનાહિત પ્રવૃતિ કરનારા સામે લાલા આંખ કરી હોય જેથી બુટલેગરો અને ગુનાની ટેવ ધારકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય એમ વાંકાનેર પોલીસની હદમાં ફફડાટ વ્યાપી ગયો છે અત્રે નોંધનીય છે કે કાયદા તોડ વાહનચાલકોમાં અને સરકારશ્રી ના પરિપત્ર નો ભંગ કરનારા ને પણ કાયદાનો કડક પાલન કરાવી પોલીસને પણ કાયદા તોડ પ્રવૃત્તિમાં અટકાવવામાં કોઈપણ પ્રકારની શહેર શરમ રાખ્યા વગર કડપ પોલીસ ઇન્સ્પેક્ટર ની છાપ ધરાવે છે જેમાં પોલીસ કર્મચારીને પણ ગેરકાયદેસર કાચની કારમાં દંડ ફટકાર્યો હતો અને ફરજ દરમિયાન પોલીસ મથકમાં પાન માવા ગુટખા તમાકુનું સેવન કરનારને પણ દંડ ફટકારવામાં આવે છે વાંકાનેરમાં પોલીસ હોય કે પ્રજા કાયદો તોડનાર ની ખેર નહીં

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love