Nari Aawaj

News Website

*મોરબી માળીયા મત વિસ્તારમાં દિપક બોરીચા અપક્ષ ઉમેદવારી નોંધાવી*

Views: 116
0 0
Spread the love

Read Time:4 Minute, 19 Second

“સર્વે સમાજનો સાથ સર્વે સમાજનો વિકાસ સરકારી હોસ્પિટલમાં મેડિકલ સારવાર ઝડપી મળે તેવા પ્રયાસો સાથે સાથે પ્રાથમિક પાયાની સુવિધા અપાવા મેદાનમાં ઉતર્યા” મોરબી માળીયા મતવિસ્તારમાં મોટાભાગે વિકાસલક્ષી કાર્યો માં લાંબા સમયથી બ્રેક લાગી ગઇ છે જેના પરિણામે તકવાદી નેતાઓ નો નિષ્ફળતા માં મતદાર પ્રજા ભોગ બની રહી છે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી મોરબી શહેર જિલ્લો જાહેર થયા બાદ આજદિન સુધી મોટાભાગની જિલ્લા કક્ષાની સુવિધા નો અભાવ રહ્યો છે જેમાંમેડીકલ ની પ્રાથમિક સારવાર મેળવવામાં સર્વે રોગ નિષ્ણાત ડોક્ટરની જગ્યા ખાલી પડી રહી હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે અત્રે નોંધનીય છે કે સિવિલ હોસ્પિટલ માં સતત સેવાકીય પ્રવૃતિ કરતા દીપકભાઈ બોરીચા સર્વે સમાજ સાથે બહોળો મિત્ર વર્ગ ધરાવે છે જેથી સર્વે સમાજના વધુમાં વધુ મત મેળવી ભાજપ-કોંગ્રેસ ના ઉમેદવારો ને હાર સ્વીકારવી પડે તેવા સંકેતો રાજકીય ક્ષેત્રે સક્રીય થયા છે મોરબી માળીયા મતવિસ્તારમાં દીપકભાઈ બોરીચા પત્રકાર ક્ષેત્રે ભૂતકાળમાં હોય જેથી વધુ લોકપ્રિય રહ્યા છે જેના પરિણામે સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો દીપકભાઈ બોરીચા ને જાહેરમાં અને ભાજપ-કોંગ્રેસના રાજકીય નેતાઓ ખાનગીમાં દીપકભાઈ બોલી જાને મદદગાર થાય તો નવાઇ નહિ તેવું પણ રાજકીય ક્ષેત્રે ચર્ચાના ચકડોળે રહ્યું છે અગાઉ પણ શિવસેના પક્ષમાં ચૂંટણી લડી ચૂક્યા છે જેથી રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે બહોળો અનુભવ દીપકભાઈ બોરીચા ધરાવે છે જેથી આગામી પેટાચૂંટણીમાં દીપકભાઈ બોરીચા જંગી બહુમતીથી જીતવાના ચાન્સ વધી ગયા છે એવું ચિતાર હાલ રાજકીય ક્ષેત્રે ચર્ચાના ચકડોળે રહ્યું છે જેના પરિણામે આગામી પેટાચૂંટણીમાં દિપક બોરીચા જંગી બહુમતીથી જીત પ્રાપ્ત કરે એવી સર્વે સમાજનું રાજકીય ક્ષેત્રે સેન્સ પ્રક્રિયા રાજકીય ક્ષેત્રે ચાલી રહ્યાનું ચર્ચાના ચકડોળે રહ્યું છે ત્યારે મોરબી માળીયા મતવિસ્તારમાં દીપકભાઈ બોરીચાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી કોંગ્રેસ ભાજપ મુક્ત મોરબીને બનાવવાના સતત પ્રયાસો હાથ ધર્યા છે હાલ સર્વે સમાજનો સંપર્ક કરી જંગી બહુમતીથી જીતે તેવા પ્રયાસો હાથ ધર્યા છે જેમાં પટેલ સમાજ દલિત સમાજ મુસ્લિમ સમાજ સતવારા સમાજ બોરીચા આહિર સમાજ દેવીપુજક સમાજ રબારી ભરવાડ સમાજ સહિતના સર્વે સમાજનો જનસંપર્ક સોશિયલ ડિસ્ટન્સ સાથે કરી રહ્યાની ચર્ચા ના ચડ્યુ છે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જનસંપર્ક આદર્યો છે અને આચાર સહિતા ભંગ ના થાય તેવા પણ પ્રયાસો દિપકભાઇ બોરીચાએ સાવચેતીના રૂપે કરી રહ્યા છે તેવું તેના વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી જાણવા મળ્યું અત્રે નોંધનીય છે કે સરકારી હોસ્પિટલ માં સેવાકીય પ્રવૃત્તિ દીપકભાઈ બોરીચા રહી છે જેથી તેને સર્વે સમાજના વ્યક્તિઓ તેની સેવાકીય કાર્ય અને મિત્ર સ્વભાવથી પરિચિત રહ્યા છે રિપોર્ટ :નારી આવાજ પ્રતિનિધિ મોરબી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love