ખેડા જિલ્લામાં શારીરિક શોષણના બનાવો વધી રહ્યા છે. આજે ડાકોર પોલીસ મથકે વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોધાઈ છે. જેમાં ડાકોરના શખસ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું છે. પરિણીતાના બિભિત્સ ફોટા પાડી ફોટા ડિલિટ કરવાના બહાને 4થી વધુ વખત હોટલની રૂમમાં લઇ જઈ તેમજ પિયરમાં પહોચેલી પરિણીતા સાથે આ શખસે દુષ્કર્મ આચર્યું છે. ત્યારે પોલીસે પણ આરોપીને ગણતરીના કલાકમાં દબોચી લીધો છે.
મોબાઈલ બતાવી બ્લેકમેઇલ કરતો
ઠાસરા તાલુકાના એક ગામે રહેતી 32 વર્ષીય પરિણીતા પોતે કટલરીની કેબીન ચલાવે છે. અહીંયા નજીકમાં શરબત સેન્ટરની દુકાન જલાલુદ્દીન ઉર્ફે ગુરૂ ઉર્ફે ગોટુ નસરુદિન પઠાણ (રહે.ડાકોર) ચલાવે છે. આ પરિણીતાના નજીક આવેલા વિસ્તારમાં લઘુશંકા અર્થે જતી હતી, ત્યારે આ જલાલુદ્દીન ઉર્ફે ગુરૂ ઉર્ફે ગોટુએ તેણીના બીભત્સ ફોટોગ્રાફ્સ લીધા હતા. જે બાદ આ ફોટોગ્રાફ્સ પરિણીતાને બતાવ્યા હતા. જેથી પરિણીતા ગભરાઈ ગઈ હતી અને આ ફોટોગ્રાફ્સ ડિલિટ કરવા જણાવતા આ શખસે ઈશારા કરી મોબાઈલ બતાવી બ્લેકમેઇલ કરતો હતો.
Bureau chief: Jayantibhai Makwana