Nari Aawaj

News Website

રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત

Views: 1083
0 0
Spread the love

Read Time:58 Second

Surat City: આજે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત નડ્યો હતો. આ બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકતાં સમગ્ર માર્ગ મુસાફરોની ચીસાચીસથી થરથરી ઊઠ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બસના પતરાં ચીરીને 40 જેટલા મુસાફરોને સહી સલામત બહાર કાઢ્યા હતા. જોકે આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરને ઝોંકુ આવી જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ ખાડીમાં ખાબકી હતી. અકસ્માતની ઘટના બાદ બસ ડ્રાઇવર ભાગી ગયો હોવાનો દાવો કરાયો છે.

Bureau chief: Jayantibhai Makwana

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love