ગાંધીનગર: તાજેતરમાં જ ગત તારીખ ૧ ૧૨ 2020 ના રોજ સૌ પ્રથમ મુસ્લિમ મહિલા સંસ્કૃતમાં પ્રથમ પીએચડી પ્રાપ્ત કરી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત વિભાગમાં અત્યાર સુધી કોઈ મુસ્લિમ મહિલાએ પીએચ.ડી નથી કર્યું. સલમા કુરેશી સંસ્કૃત સાથે પીએચ.ડી થનારી પ્રથમ મુસ્લિમ મહિલા બની છે. પુરાણોમાં નિરૂપિત શિક્ષણ પદ્ધતિ આ વિષય પર પોતાનો અભ્યાસ સંસ્કૃતમાં પૂર્ણ કર્યો છે. જે બદલ પીએચ ડીનું નોટીફિકેશન યુનિવર્સિટી તરફથી અપાયું હતું. આ અંગે માહિતી આપતા યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ગાઈડ અતુલ ઉનાગરે જણાવ્યું હતું કે, “૧૯૬૪થી સંસ્કૃત વિભાગ ચાલે છે. જેમાં સલમા કુરેશી સિવાય કોઈ મુસ્લિમ આજ સુધી આ વિષયમાં પીએચ.ડી માટે એડમિશન નથી લીધું. ગુજરાતમાં એક જ મુસ્લિમ મહિલાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી પીએચ .ડી કર્યું છે. સૌથી પ્રાચીન ભારતીય ભાષા પુરાણ , ધર્મ ગ્રંથો વાંચવાનો પહેલાથી જ શોખ હતો જેથી સ્કૂલથી જ મેં આ વિષયમાં પીએચ.ડી થવાનું નક્કી કરી લીધું હતું. આ ઉપરાંત વેદો અને પુરાણોની અંદર સૂચવેલી ક્ષણ પદ્ધતિ વધારે હતી એટલા માટે વિષય પણ એ જ પસંદ કયો. હું ભવિષ્યમાં સંસ્કૃતમાં પ્રોફેસર બનવા માંગુ છું જે માટે સંસ્કૃત બોલવાની પ્રેક્ટિસ પહેલાથી જ કરતી હતી. ભવિષ્યમાં બીજા લોકોને સંસ્કૃત ભાષાની પ્રેરણા આપી શકું તે માટે હજુ પણ વધુ પ્રેક્ટિસ કરવા માંગું છું. ગુજરાતમાં યુનિવર્સિટીમાં ૫૦થી વધુ વિદ્યાર્થીઓ અત્યારે સંસ્કૃતમાં પીએચ.ડી કરી રહ્યા છે. છેલ્લા ૫૬ વર્ષથી આ વિભાગ ચાલે છે. અત્યાર સુધી ૨00થી વધુ વિદ્યાર્થીઓ જ તેમાં પીએચ.ડી થયા છે. ગુજરાતની ૧૦જેટલી યુનિવર્સિટીમાં સંસ્કૃતમાં પીએચ.ડી થાય છે. સંસ્કૃતનું મહત્વ ઘટતું જાય છે ત્યારે બીજી તરફ સંસ્કૃતનું મહત્વ સમજીને અમરેલી જિલ્લાની મુસ્લિમ વિદ્યાર્થિનીએ આ અભ્યાસ કર્યો છે જે ગૌરવની વાત છે. તે સંસ્કૃત સારું બોલે પણ છે. ”સલમા કુરેશીએ જણાવ્યું કે, “મને ગીતા,
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ